पुं.
( વેદાંત ) અત્યંત અભાવ. જે અભાવ ઉત્પત્તિવાળો તથા વિનાશવાળો હોય છે તે અભાવ સામાયિકાભાવ કહેવાય છે. જેમ સંયોગ સંબંધે કરીને ભૂતલમાં રહેલો જે ધટ છે. તે ધટને ભૂતલ પરથી ઉઠાવીને અન્યત્ર કંઈક લઈ જઇએ, ત્યારે આ ભૂતલ પર ઘડો નથી એવી અભાવને વિષય કરનારી પ્રતીતિ થાય છે તથા તે ઘડાને પાછો તે ભૂતલ પર મૂકવામાં આવે ત્યારે આ ભૂતલ પર ઘડો નથી એવી પ્રતીતિ થતી નથી. એ ઉપરથી એમ માલૂમ પડે છે કે, તે ભૂતલમાંથી તે ઘડાને જે વખત લઈ લેવામાં આવ્યો તે વખતે તે ભૂતલમાં તે ઘડાનો કોઈ અભાવ ઉત્પન્ન થાય છે, જે અભાવને ઉક્ત પ્રતીતિ વિષિય કરે છે અને તે ભૂતલમાં તે ઘડો પાછો મૂકવામાં આવે છે ત્યારે તે ઘડાનો અભાવ નાશ પામે છે. તેથી ઉક્ત પ્રતીતિ થતી નથી એવો ઉત્પત્તિ વિનાશવાળો અભાવ તે સામયિકાભાવ છે. જો એ અભાવને અત્યંતાભાવ માનીએ તો અત્યંતાભાવ નિત્ય અને નિષ્ક્રિય છે. માટે ઘડાને પાછો ભૂતલમાં મૂકીએ છીએ તે વખતે અત્યંતાભાવનો નાશ તથા અન્યત્ર ગમન સંભવતું નથી, માટે તે દ્યડાના વિદ્યમાન કાળમાં પણ `આ ભૂતલ પર ઘટ નથી` એવી પ્રતીતિ થવી જોઈએ માટે અત્યંતાભાવથી ભિન્ન સામયિકાભાવ માનવાની જરૂર છે. આ સામયિકાભાવ કેવળ મૂર્ત દ્રવ્યનો જ હોય છે, બીજા કોઈ પદાર્થનો હોતો નથી.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.