न.
સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌરાષ્ટ્રમાં આવેલું યાત્રાનું એક સ્થળ.આયાવર્ત યાત્રામાં ઉલ્લેખ છે કે, બોટાદ સ્ટેશનથી સારંગપુર આશરે પાંચ કોશ દૂર છે. ત્યાં હનુમાનજીનું સુંદર મંદિર છે. ત્યાંના હનુમાનજી સારંગપુરના હનુમાનજી તરીકે વિખ્યાત છે. દેશપરદેશથી ઘણાં માણસો માનતા માટે આવે છે તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં માણસો ખાસ આવે છે. હનુમાનજીની મૂર્તિ ભવ્ય અને સુંદર છે. તે મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી શ્રી ગોપાળાનંદ સ્વામીએ કરેલ છે. મંદિર પણ સુંદર છે. સ્વામિનારાયણ પંથનો બોચાસણવાળો સાધુઓનો એક ફાંટો જુદો થયો છે, તેનું મંદિર પણ ત્યાં છે. મંદિરની આગળ એક વિશાળ દરવાજો છે. આ ઉપરાંત નદીના કાંઠા ઉપર નારાયણ કુંડ નામે એક સુંદર કુંડ બાંધેલો છે. તેનું પાણી બહુ જ ઉપયોગી છે. સહજાનંદ સ્વામી જ્યાં રહેતા અને બેસતા તે જીવા ખાચરનો દરબાર હજુ જેમનો તેમ નજરે પડે છે. સારંગપુરના હનુમાનજી અને સ્વામિનારાય સંપ્રદાયનું યાત્રાનું સ્થળ હોવાથી સારંગપુરની મહ્ત્તા ઘણી જ વધી ગયેલ છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.