સીમલા

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

શીમળા માતા પરથી સીમલા કહેવાતું હિમાચલની ટેકરી ઉપર બાંધેલું ગામ; ઉત્તર ભારતનું એ નામનું એક મુખ્ય શહેર. આ શહેર ૬,૮૦૮ ફૂટની ઊંચાઈએ આવેલું હોવાથી ઠંડી ખૂબ પડે છે. આ શહેરની ઉપર જ ઝઝૂમી રહેલ એક ૮૦૦૦ ફૂટ ઊંચા શિખર ઉપર ` જખુ ` અર્થાત્ હનુમાનનું એક સુંદર મંદિર છે. ત્યાં જવા માટેની સારી એવી કેડી હોઈને સૌ કોઈ ત્યાં દર્શને પગપાળા ને ઘોડે બેસીને પણ જાય આવે છે અને રસ્તામાં નીચેના સીમલાનું દૃશ્ય મનહર લાગે છે. શીખરની ગોદમાંજ ગોંડલના મહારાજકુમારી શ્રી લીલાબાનો બંગલો આવેલ છે અને તે જુબ્બલ હાઉસ તરીકે જાણીતો છે. શહેરમાં આર્યસમાજ, સનાતન અને ગુરુદ્વારાની ધર્મશાળાઓ છે. શહેરમાં વસતીનું પ્રમાણ ઉનાળામાં વધી જાય છે. શિયાળા કરતાં બમણી એટલે કે લગભગ ૫૦ હજાર જેટલી વસતી થઈ જાય છે. અંગ્રેજના અમલમાં વાઈસરોયનો મુકામ ઉનાળામાં અહીં રહેતો; ત્યારે તા. ૧૫મી માર્ચથી તા. ૧૫ ઓકટોબર સુધી અહીંના માલરોડ ઉપર મોટર, સાયકલ કે ઘોડાઘાડી એવાં વાહન દિવસના ૧૧ થી ૨ અને સાંજે ૪ થી ૮ સુધીમાં ચાલવા દેવામાં આવતાં નહિ. આ કાયદો વાઇસરોય, પંજાબના લોફટેનંટ ગર્વનર તથા કમાન્ડર ઇન ચીફ ઓફ ઇન્ડિઅ એ ત્રણ સિવાય સર્વને લાગુ પડતો. માલરોડ ઘણો સ્વચ્છ અને રળિયામણો રસ્તો છે. આ રસ્તે મજૂર કે મેલાં કપડાંવાળા લોકોને કોઈ પણ ઋતુમાં ચાલવાની મનાઈ હતી. પહાડી શહેર હોઈ રસ્તા ઢોળાવવાળા છે. કાર્ટ રોડ, લોઅર રોડ અને માલ રોડ એ ત્રણ મુખ્ય રસ્તાઓ ઉપર રિક્ષા ફરતી રહે છે. પણ રિક્ષામાં ફરવું એ તો પૈસાદાર સિવાય બીજાને પાલવે તેવું નથી. કોઈ મુસાફર બહારથી પોતાની ખાનગી મોટર સીમલામાં લાવી ફેરવવા ઇચ્છે તો.તેને પ્રથમ મ્યુનિસિપલ સેક્રેટરી અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની પરવાનગી લેવી પડતી. પૂર્વે આ ભૂમિમાં ઋષિ મુનિઓનો નિવાસ હતો. આ અનુભવ તો જો પગે ચાલીને ` જખુ ` જઈએ અથવા આજુબાજુની એ દૈવીભૂમિ ઉપર કોઈ ભોમિયાને લઈને ફરીએ તો જ થાય. બાકી તો બધું પંજાબી જ જણાય. પછી છૂટીછવાઈ પહાડી વસતી થઈ અંગ્રેજોના વસવાટ પછી તેઓ સીમલાને છોટી વિલાયત કહેતા. સીમલા ઉપર જ્યારે આપણે વિહરતા હોઈએ ત્યારે આપણને ભાગ્યે જ ખયાલ આવે કે આપણે તો એક હિમગિરિના શિખર ઉપર ઊંચે આકાશમાં વિહરીએ છીએ; કેમકે ત્યાં તો ખરેખર વિલાસ ને ભોગ માટે એક નાનુંસૂનું પણ આબાદ વિલાયત જ ખડકી દીધું છે. સીમલાનો ખરો ખયાલ જોઈતો હોય તો નીચેની ગલ્લીઓમાં, મજૂરોની ખોલીઓમાં અને જંગલોમાં કામ કરતા વનવાસી બંધુઓના સંપર્કમાં આવીએ ત્યારે જ ખબર પડે કે આપણે આ વનવાસીઓ ઉપર કેવા સવાર થઈ ને હિમગિરિનો આસ્વાદ અન્યને ભોગે માણી રહ્યા છીએ. શહેરની પૂર્વ દિશાએ બે માઈલના રસ્તા ઉપર છોટા સીમલા છે. ત્યાંથી એક માઈલ દૂર કુસુમહટ્ટી પણ સીમલાનો જ ભાગ ગણાય છે. માલરોડ ઉપર યરપિયનોની સ્ટેશન લાયબ્રેરી છે. અહીંથી આગળ ગિરજા મેદાન આવે છે. આ મેદાન નાનું પણ બહુ ઊંચે હોવાથી સુંદર લાગે છે. તેની નીચે પાણીની વિશાળ ટાંકી છે, જેમાંથી નળ વાટે શહેરમાં પાણી જાય છે. હિમગિરિની શિખરમાળાઓ વચ્ચે થઈને મોટર રસ્તે સીમલા જવાનો મોટર રસ્તો બહુ જ વિકટ છે; પણ વૈજ્ઞાનિક રીતે તેને ઘણો જ સલામત બનાવ્યો છે અને તે રસ્તે થઈને જ્યારે ઝપાટાબંધ પસાર થતાં હોય ત્યારે મનમાં જે જે ભાવનાઓ ઉદ્દભવે છે તે તો માત્ર અનુભવથી જ જણાય તેવી છે. રેલગાડીનો રસ્તો પણ છે; પરુંતુ તે એટલો બધો ભવ્ય ન લાગે !

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects