स्त्री.
એક જાતનું ઝાડ. આ ઝાડ મેંદી જેવા જ દેખાવનું છે, તેના જેટલું જ ઊંચું હોય છે. પાંદડાં પણ તેના જેવાં જ પણ જરા રંગે કાળાશ લેતાં હોય છે. યરપથી ભૂમધ્ય પ્રદેશ, અફઘાનિસ્તાન, બલુચિસ્તાન અને હિંદમાં બગીચાઓમાં તે વવાય છે. પાંદડાં યહૂદી લોકોની ધર્મક્રિયામાં વપરાય છે, ઉત્તર હિંદમાં મગજના રોગ તથા ખાસ કરીને વાઈ માટે વપરાય છે ઉપરાંત જૂનું અજીર્ણ, હોજરી અને યકૃત રોગોમાં તે વપરાય છે. તે મરડો, અતિસાર, થૂંક વાટે પડતું લોહી, પ્રદર ને સળેખમ માટે પણ ઉપયોગી છે. જૂના શ્વાસરોગ, મૂત્રરોગમાં પણ તે ઉપયોગી છે. ડાળીને કોતરી બગીચામાં સુંદર ખુરસી, ટેબલ, બેન્ચ વગેરે બનાવે છે. કિનારીઓ સારી થાય છે. ફેફસાં અને મૂત્રપિંડ ઉપર તેની વધારે અસર થાય છે. તે કફઘ્ન, સડો અટકાવનાર, મૂત્રલ, ગ્રાહી અને ઉત્તેજક છે. વીંછીના દંશનું ઝેર તે ઉતારે છે. પાંદડાં અને ફળોમાંથી જુદી જુદી જાતનું તેલ મળે છે. પાંદડાંનું વરાળયંત્ર દ્વારા ઉડ્ડયન સુગંધી તેલ મળે છે. સુવાસિકતા માટે તે વપરાય છે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.