न.
સૌરાષ્ટ્રમાં આવેલું એક ગામ. તે સોરઠ જિલ્લામાં સોમનાથ પાટણથી સાત માઈલ છેટે નાનું ગામ છે. આ ગામમાં એક ચ્યવન કુંડ છે અને એક સૂર્યમંદિર છે. તેમાં વેજલદેવે સં. ૧૩૫૭માં સૂર્યની મૂર્તિ પધરાવ્યાની નોંધ છે. આ ગામથી વાયવ્યમાં બે માઈલ છેટે એક વરાહમંદિર છે. આ કદ્વારનું મંદિર કહેવાય છે. ઉપર કહેલ સૂર્યમંદિર કરતાં આ વરાહમંદિર વધારે પ્રાચીન છે અને પ્રાચીન મૂર્તિઓ માટે જોવા જેવું છે. આ મંદિરમાં એક વરાહની, એક વામનની અને એક નરસિંહની એમ ત્રણ મૂર્તિઓ છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.