न.
[ સં. ]
સૂર્યનાં કિરણો વડે જ્યાં સારવાર થઇ શકે તેવું આરોગ્યભવન; ‘સોલેરિયમ’. સૌરાષ્ટ્રમાં જામનગરમાં એક ને બીજું પારીસમાં એમ બે સૂર્યગ્રહો આજે છે. સને ૧૯૩૪માં પારીસના સુપ્રસિદ્ધ સ્વ. ડો. સેડયેનની અંગત દેખરેખ નીચે જામનગરનું સૂર્યગૃહ બાંધવામાં આવ્યું છે. સૂર્યગૃહની કીંમત લગભગ છ લાખ રૂપિયા જેટલી થાય છે. આસમાની રંગનું રંગબેરંગી કાચથી મઢેલું બે માળનું આ સૂર્યગૃહ સૌનું ધ્યાન ખેંચી રહે છે. સૂર્યગૃહના બંને માળમાં જુદીજુદી કેબિનો રાખવામાં આવે છે. દરેક કેબિનમાં જુદા જુદા રોગોનો ઉપચાર કરવામાં આવે છે.સૂર્યગૃહના પહેલા માળમાં વિધુતકિરણો દ્રારા ઉપચાર કરવામાં આવે છે જ્યારે બીજા માળમાં સૂર્યનાં નૈસર્ગિક કિરણો દ્વારા ઉપચાર કરવામાં આવે છે. આની નોંધપાત્ર હકીકત એ છે કે, જેમ જેમ પૃથ્વીના પરિભ્રમણથી સૂર્યનું સ્થાન બદલતું જાય છે તેમ તેમ સૂર્યગૃહને પણ વિદ્યુત શક્તિ વડે ફેરવામાં આવે છે અને સૂર્યને સૂર્યગ્રહના મધ્યબિંદુએ આ રીતે રાખવામાં આવે છે. છેલ્લામાં છેલ્લી ઢબનાં બધાં જ સાધનો અહીં વસાવવામાં આવ્યા છે. સૂર્યગૃહ એટલે સૂર્યના કિરણો દ્વારા જ રોગોપચાર કરવાનું ગૃહ. જામનગરના સૂર્યગૃહમાં વિદ્યુતકિરણો દ્વારા પણ રોગોપચાર કરવાની વ્યવસ્થા છે. સૂર્યગૃહનું અગત્યનું અંગ તેની વેધશાળા છે. તેમાં જુદી જુદી જાતના મીટરો ગોઠવવામાં આવ્યા છે અને તે દ્વારા સૂર્યનાં કિરણો, તેની શક્તિ, તેની ગરમી, તેનો ખૂણો વગેરેનું માપ કાઢવામાં આવે છે. આ માપને અનુલક્ષીને દરદીનો ઉપચાર કરવામાં આવે છે. આ સૂર્યગૃહમાં હાલ ખૂબ જ સસ્તા દરે લગભગ દશ જેટલા મોટા દર્દીનો ઉપચાર કરવામાં આવે છે. હાડકાંનો ક્ષય, સાંધાનો ક્ષય, ત્વચાક્ષય, સંધીવા, ત્વચા રોગ જેવા કે વાળો, ખસ, દાદર, કોઢ, લકવા અને બાળ લકવા, દાહક સ્થિતિ, નાક, કાન, ગળાના રોગો, બાળકોનો ક્ષય વગેરે દરદોનો ઉપચાર અહીં કરવામાં આવે છે. ચોમાસાના દિવસોમાં સૂર્યના કિરણો દ્રારા ઉપચાર કરવામાં મુશ્કેલી નડે છે પરંતુ આ દિવસોમાં વિદ્યુત કિરણોનો પૂરતો ઉપયોગ કરવામાં આવે છે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.