न.
[ સં. ]
વિશ્વવ્યવસ્થાની એકરૂપતા. તેના નિયમ વિષે શ્રી રામનારાયણ પાઠક લખે છે કે, આપણે પ્રથમ એ વિચારીએ કે, આપણે અમુક વસ્તુને અમુકનું કારણ કહીએ છીએ ત્યારે તેનો અર્થ શો કરીએ છીએ. નાના છોકરાને તરસ લાગી હોય અને પછી આપણે એને પાણી પાઇએ એટલે તેની તરસ છીપે. તરત છોકરું ઓછી વત્તી ગમે તેવી સ્પષ્ટતાથી સમજે છે કે, તેની તરસ છીપવાનું કારણ હોવું જોઇએ. પાણી પીવાથી તરસ છીપે છે અને માને છે કે, ભવિષ્યમાં જ્યારે જ્યારે તરસ લાગશે ત્યારે ત્યારે પાણી પીવાથી મટશે. પૃથ્થક્કરણ કરતાં આમાં બે જુદા જુદા નિયમો આવી જાય છે; એકતો એ કે, દરેક કાર્યોને કારણ હોય છે અને બીજો એ કે, અમુક કારણથી અમુક કાર્ય થાય છે. એ સત્ય સ્થળ કાળથી અનિયંત્રિત છે. આમાંથી પહેલાને આપણે કારણતાનો સિદ્ધાંત કહીશું અને બીજાને સૃષ્ટિ સારૂપ્યનો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.