पुं.
અમેરિકાનો વિખ્યાત પ્રભુ પ્રેમી અને નિસર્ગ પ્રેમી માણસ. તેનું પુરું નામ અર્નેસ્ટ થોમ્પસન સેટોન છે. કુદરતે સર્જેલી માનવ સિવાયની જીવલીલા વિષેના એમણે લખેલા પુસ્તકોએ અમેરિકાની ત્રણ ત્રણ પેઢીઓને પશુપ્રેમી બનાવી છે. અમેરિકાની જનતાને સેટોને પહેલી વાર જણાવ્યું કે, જંગલી પ્રાણીઓનાં પણ જીવન હોય છે, એ પ્રાણીઓના પ્રેમની કથા પણ હોય છે અને એમના જીવનની કરુણાઓ પણ માનવજીવન જેવી જ હોય છે. આ નિસર્ગ પ્રેમી લેખકનો જન્મ એક આંગ્લ ગ્રામમાં સ્કોટ માતાપિતાને ત્યાં થયો હતો. બાળપણથી જ એમના બાપની ધાક એનાં મનમાં વસી ગઇ હતી કે ને લીધે તે પશુપ્રેમી યાને જેનાં પ્રત્યાઘાત, નિસર્ગપ્રેમી બન્યો. એ દશ ભાંડુઓને એમના બાપ તરફથી એવી આજ્ઞા હતી કે, હું ઘરમાં પગ મૂકું ત્યારે તમારે દશે ય જણાએ એક હરોળમાં ઊભા રહેવું. એક વેળા સેટોન એક ઉંદર પાછળ પડેલ. એ બંનેની દોડ ૩૦૦ માઇલ જેટલી લાંબી ચાલી અને બંને એ જંગલના ખાડા, ટેકરાઓ, ઝાંખરાઓ ઓળંગતાં ઓળંગતાં ૫૫ દિવસ વિતાવી કાઢયા. આવા તો અનેક બનાવો એમના જીવનમાં બનવા પામ્યા હતાં. એમણે લખ્યું છે કે, આપણે અને પશુઓ ભાંડુઓ જેવાં જ છીએ એવી એક પણ ચીજ માનવ ધરાવતો નથી કે જેનો ઓછામાં ઓછો અંશ પણ પશુઓમાં ન હોય અને માણસ પાસે જે નથી તે પશુઓ પાસેથી પણ મળી શકતું નથી.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.