न.
[ સં. ]
સ્થાનીય સ્વાયત્તશાસન; ’લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ’. સ્વતંત્ર ભારતવર્ષ માટે જે બંધારણ નક્કી કરવામાં આવ્યું છે તેમાં વપરાયેલ ચૂંટણીને લગતા અંગ્રેજી શબ્દો માટે ખાસ સમિતિ નીમેલ તેમણે ખાસ સર્વ સામાન્ય શબ્દો નક્કી કર્યાં છે:-
શેડયુલ્ડ = અનુસૂચિત ક્ષેત્ર.
એકનોલેજમેન્ટ = અભિસ્વીકાર
ચાર્જેબલ = આદેય
એકસાઈઝ ડ્યૂટિ = ઉત્પાદન શુલ્ક
સિંગલ ટ્રાન્સફરેબલ વોટ = એકલ સંક્રમણીય મત
સ્ટાફ = કર્મચારીવૃંદ.
સિક્રેટ બેલટ = ગૂઢશલાકા
ડિસ્ટ્રિક્ટબોર્ડ = જિલ્લામંડળી
મ્યુનિસિપલ એરિયા= નગર નિગમ
મ્યુનિસિપાલિટી = નગરપાલિકા
કોર્પોરેશન = નિગમ
કોર્પોરેશન ટેક્ષ = નિગમ કર
કાસ્ટિંગ વોટ = નિર્ણાયક મત
એક્સ્પોર્ટ ડ્યૂટી = નિર્યાત શૂલ્ક
ઇલેક્ટોરલ કોલેજ = નિર્વાચકગણ
ઇલેકશન = નિર્વાચન
કોન્સ્ટીટયુઅન્સી = નિર્વાચનક્ષેત્ર
ટોલ = પથકર
પ્રિઝાઈડ = પીઠાસીન
પ્રોક્સી = પ્રતિપત્રી
કસ્ટમ ડ્યૂટિ = બહિ:શુલ્ક
વોટ = મત
વોટર = મતદાતા
વોટિંગ = મતદાન
સફરેજ = મતાધિકાર
એંટરટેઈન્મેન્ટ = મનોરંજન
બેલોટ = શલાકા
જનરલ ઇલેક્શન = સાધારણ નિર્વાચન
ટર્મિનલ ટેક્સ = સીમાકર
કસ્ટમડ્યૂટિ = સીમાશુલ્ક
એન્ટરટેઈનમેન્ટ ટેક્સ = પ્રમોદકર
ઓક્ટ્રોય = ચુંગી
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.