1 |
[ સં. ] |
न. |
પદાર્થસ્થિતિવિદ્યા; ગુરુત્વવિદ્યા; બળોનું સમતોલપણું ચર્ચનાર અથવા વિવિધ બળોની અસરને લીધે સ્થિર રહેલા પદાર્થો વિષે વિચાર કરનાર યંત્રવિદ્યાની શાખારૂપ શાસ્ત્ર; ’સ્ટેટિક્સ્’ તે વસ્તુ અને અવસ્થાનું જ્ઞાન કરાવે છે. ગતિમાન પદાર્થોનું વિજ્ઞાન જેમ ગતિશાસ્ત્ર (ડિનેમિક્સ) કહેવાય છે; તેમ જ સ્થિર પદાર્થોનું વિજ્ઞાન (સ્ટેટિક્સ્) કહેવાય છે. શ્રી ઠાકોરલાલ શ્રીપતરાય ઠાકોર લખે છે કે: “ કાશીનો હિંદી વૈજ્ઞાનિક કોષ, સયાજી વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ, ગુ.સા.પરિષદ વિજ્ઞાન સમિતિ કોષ, સર પી. સી. રોયની રસાયનિક પરિભાષા અને બંગીય વિજ્ઞાન પરિષદ કૃત વૈજ્ઞાનિક પરિભાષાની સહાયથી માધ્યમિક શાળાઓના અભ્યાસ પૂરતો એક કોષ મેં તૈયાર કર્યો છે.” એમાંથી થોડાએક નમૂના આ પ્રમાણે છે: એક્સેલરેશન-વેગવૃદ્ધિ, એડહીઝન-સંલગ્નતા,એર ચેમ્બર-વાયુકોષ્ટ, એર પંપ-વાતશોષકયંત્ર, ઓલ્ટરનેટર-પરાવર્તક, એમ્પ્લિટયૂડ-કંપવિસ્તાર, આરમેચર-બકત્વરક્ષક, બેલ (ઇલેક્ટ્રિક) –વિદ્યુતઘંટડી, બેલજાર-ઘંટાકાર પાત્ર, સેન્ટર ઓફ કર્વેચર-વક્રતા કેન્દ્ર, સેન્ટર ઓફ ગ્રેવિટી-ગુરૂત્વકેન્દ્ર, સેન્ટ્રીફુગલ-કેન્દ્રાપસારી, સેન્ટ્રીપીટલ-કેન્દ્રાભિમુખી, કોહીઝન-સંસકિત, કોઈલ-તારમંડલ યાને ગૂંછળું, કોમ્પ્રેસિબિલિટી-સંકોચમયતા, કોન્કેઈવ-અંતર્ગોલ,કોન્વેક્સ-બ્રહ્મગોળ, કોનિયા-અક્ષપટ, સિલિન્ડર-નળાકાર, ડિફલેકશન-સ્ખલન, ડાયાગનલ-કોણાકોણી રેખા, ડાયાફ્રામ-પટલ, ડિફયુઝડ- લાઇટ-પ્રસરિતપિરકાશ, ડિસ્ક-ચકતી, ડિસ્ચાર્જર-વિસર્જક, ડિસ્ટીલ્ડ વોટર-વિશુદ્ધ જલ, ઇલેસ્ટિક-સ્થિતિસ્થાપક, ઇલેસ્ટિસિટી-સ્થિતિસ્થાપકતા, ઇલેક્ટ્રિફાઈડ-વિદ્યુતમય, ઇલેક્ટ્રોમેગનેટ-વિદ્યુતચુંબક, ઇલેક્ટ્રોન-વિદ્યુતઅણુ, ઇલેક્ટ્રોસ્કોપ-વિદ્યુતદર્શકયંત્ર, એલીમેન્ટ-મૂળતત્ત્વ, ઇલિપ્સ-લંબવર્તુળ, ઇવેપોરેટ-બાષ્પીભવન થવું, ફલેમ-અગ્નિશિખા યાને દીપશિખા, ફોક્લલેન્થ-નાભિઅંતર, ફોર્મુલા-સૂત્ર યાને સંકેત, ફિઝિકસ-ભૌતિકશાસ્ત્ર, ફીઝિંગ પોઈન્ટ-ગલનબિંદુ, ફલ્કમ-આધારબિંદુ, ગીઅર-દંતચક્ર, હોરિઝેન્ટરલ-સમક્ષિતિજ, હોર્સપાવર-અશ્વસામર્થ્ય, હાઈડ્રોજન-આર્દ્રવાયુ, હાઈડ્રોમીટર-જલગુરૂત્વમાપક નળી, ઇનર્શિયા-નિષ્ક્રિયત્વ યાને જડતા, આયોડિન-નૈલ, લેન્સ-દગકાચ, લીવર-ઉચ્ચાલન દંડ, લિફટ પંપ- જલોત્કર્ષયંત્ર, મેકિસમમ-મહત્તમ, મેલ્ટિંગ પોઈન્ટ-ગલનાંક, મીરિડિયન ધ્રુવસંયોગી રેખા, મિનિમમ-અલ્પતમ, મોબિલિટી-ચંચળતા, મોલેક્યુલ-અણુ, મોમેન્ટમ-વેગવાન, મોન્સૂનવિન્ડ-વર્ષાવાહી પવનો, નેગેટિવ પોલ-ઋણધ્રુવ, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ-સ્પર્શબિંદુ, પોટેન્શિયલ-વિદ્યુત સપાટી, પ્રિઝમ-ત્રિપાર્શ્વકાચ, રેઈન ગોઝ-વૃષ્ટિમાપક યંત્ર, સેફટી લેમ્પ-નિર્ભય દીવો, સ્પેસિફિક હીટ-વિશિષ્ટ ગરમી, સ્ટેટિકસ-સ્થિતિ વિજ્ઞાન કે સ્થિતિશાસ્ત્ર, સ્ટોપકોક-ચકલી, સાફન-બકનળી, વેક્યુમ-શૂન્ય.
|