| 1 |
[ સં. સ્પૃશ્ ( સ્પર્શ કરવો ) ] |
पुं. |
આઠ માંહેનો એક સ્વાભાવિક ગુણ.
ઉપયોગ
કામ, ક્રોધ, લોભ વગેરે ખરા ઢેડ છે અને સ્પર્શ કરવા યોગ્ય નથી; કોઈ વ્યક્તિવિશેષ કદાપિ અસ્પૃશ્ય હોઈ શકે જ નહિ. – આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
|
| 2 |
|
पुं. |
અસર.
|
| 3 |
|
पुं. |
આભાસ.
|
| 4 |
|
पुं. |
( યોગ ) કુંડલિની શક્તિ.
ઉપયોગ
અંદર પ્રાણરૂપે સ્ફુરેલી કુડંલિની શક્તિ સ્પંદ, સ્પર્શ, સંવિત, કલા, એવાં નામ વડે અનેક રીતે કહેવામાં આવે છે. – ત્રિકાળદર્શકદર્પણ
|
| 5 |
|
पुं. |
ગુપ્તચર.
|
| 6 |
|
पुं. |
ચામડીની દ્વારા બીજી વસ્તુનું જ્ઞાન થવું તે; સ્પર્શેંન્દ્રિયથી થતું જ્ઞાન.
|
| 7 |
|
पुं. |
ચેપ.
|
| 8 |
|
पुं. |
( ન્યાય ) ચોવીશ માંહેનો એક ગુણ. તે ગુણો આ પ્રમાણે છેઃ રૂપ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિયોગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, ધર્મ, અધર્મ, શબ્દ.
|
| 9 |
|
पुं. |
છત્રીસ માંહેનું એ નામનું આઠ્ઠાવીશમું તત્ત્વ.
|
| 10 |
|
पुं. |
( વેદાંત ) પાંચ માંહેનો એક વિષય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ વિષય ગણાય છે.
|
| 11 |
|
पुं. |
મૈથુનના આઠ માંહેનો એક પ્રકાર. સ્ત્રીનું ધ્યાન, કથા, સ્પર્શ, ક્રીડા, દર્શન, આલિંગન, એકાંતવાસ અને સમાગમ એ આઠ પ્રકારનું મૈથુન કહેવાય છે.
|
| 12 |
|
पुं. |
યુદ્ધ.
|
| 13 |
|
पुं. |
રોગ.
|
| 14 |
|
पुं. |
લવ; લેશ.
|
| 15 |
|
पुं. |
લાગણી. સ્પર્શ બહુ પ્રકારનો છેઃ ઊનો, શીતળ, સુખકારક, દુઃખકારક, સ્નેહવિશિષ્ટ, વિષદ, કોમળ, લઘુ, રૂક્ષ, ગુરુ એ બધા સ્પર્શના પ્રકાર છે.
|
| 16 |
|
पुं. |
લાગવું તે; અડકવું તે.
ઉપયોગ
પ્રાયશ્ચિત્તરૂપે માની સેવા અસ્પૃશ્યની કરો, દુઃખો દૂર કરો તેનાં સેવાભાવે ય સ્પર્શથી. – ગાંધીગીતા
|
| 17 |
|
पुं. |
વ્યંજનનો એક પ્રકાર; કંઠ, તાલુ, મૂર્ધ, દંત અને ઔષ્ઠ એ પાંચ સ્થાનનો કોઈ પણ વ્યંજન.
ઉપયોગ
ક્ થી મ્ પર્યન્ત ૨૫ વ્યંજન સ્પર્શ કહેવાય છે, કેમકે એ વર્ણોને ઉચ્ચારવામાં જીભનું ટેરવું તેની પાસેનો ભાગ, મધ્યમ ભાગ કે મૂલ ભાગનો એનાં ઉચ્ચાર સ્થાન સાથે બરાબર સ્પર્શ થાય છે. – બૃહદ્ વ્યાકરણ
|
| 18 |
|
पुं. |
સંયોગ; સંસર્ગ; સંનિકર્ષ.
ઉપયોગ
સ્પર્શના ભોગ જે જે જ, તે તે મૂળ જ દુઃખનાં; આદિને અંતવંતા સૌ; ત્હેમાં જ્ઞાની રમે ન કો. – કવિગીતા
|
| 19 |
|
पुं. |
દવા.
|
| 20 |
|
पुं. |
હિંદુ વૈષ્ણવોમાં દેવસેવા કરવાને સ્નાન કર્યા પછી કોઈને પણ ન અડકવાની સ્થિતિ.
|