न.
[ સં. ]
ધાવવું તે; બચ્ચાંએ માદા કે માતાના સ્તનમાંથી દૂધ ખેંચીને પીવું તે. બાળક માટે સ્તનપાન અમૃત સમાન છે. પૃથ્વી ઉપર અવતરેલ એ નાના જીવને સ્તનપાનથી પોષણ મળે છે, તેનો દેહ બંધાય છે ને પરિણામે એક સંપૂર્ણ માનવ જીવ એ વડે ઘડાય છે. માતાના સ્તનમાં પ્રકૃતિએ તૈયાર કરેલા એ પેયની સરખામણી બીજા કોઇ સાથે થઇ શકે તમે નથી, પણ ધાવણ ઘણી વખત બાળકને નુકશાનકર્તા પણ બને છે. ધાવણથી કેટલાક વિકારો ઉત્પન્ન થાય છે. ધાવણમાં વિકાર હોવો, ક્ષતિ હોવી કે ધાવણ ઓછું આવવું એનો અર્થ એટલો જ કે એની અસર બાળકના દેહ ઉપર પડવાની, એટલે કે બાળકને અપૂરતું પોષણ મળવાનું. એનું પરિણામ સ્વાભાવિક રીતે જ બાળક માટેના નવા રોગોમાં આવવાનું ધાવણનું વધારે આવવું માતાને પોતાને માટે નવો રોગ ઉપજાવે છે ને તેને બેચેન બનાવે છે. જો કે આજના યુગમાં માતાને ઓછું ધાવણ આવતું હોય તેવા સંજોગોમાં માતાના ધાવણ જેવા કૃત્રિમ દૂધથી બાળકનું પોષણ કરવામાં આવે છે; પણ એવાં બનાવટી દૂધોની સરખામણી માતાના દૂધની સાથે થઇ શકે તેમ નથી.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.