पुं.
[ સં. ]
( વૈદ્યક ) હરડેની બનાવટનું એક ચાટણ. તેની બનાવટ; ૨૫૬ તોલા જવ લઈ તેને અધકચરા ખાંડી તેથી ચોગણા પાણીમાં ઉકાળવા; ચોથો ભાગ પાણી બાકી રહે ત્યારે તે પાણી ગાળી લેવું અને જવ ફેંકી દેવા. પછી દશમૂળ ૮૦ તોલા અને ચિત્રક, પીપરીમૂળ, અઘેડો, કચોરો, કવચબીજ, શંખાવાળી નારંગીનીછાલ ગજપીપર, ચિત્રકમૂળ અને પુષ્કરમૂળ એ દશે ઓસડો આઠા આઠ તોલા લઈ તેને થોડા ફૂટી ૧૨૮૦ તોલા પાણીમાં નાખી ઉકાળવાં; ચોથો ભાગ પાણી બાકી રહે ત્યારે ગાળી લઈ જવના પાણી ભેગું તે પાણી પણ મેળવવું. પછી તેમાં સુરવારી હરડે ૧૦૦ તથા ઘી અને તલનું તેલ બત્રીશ બત્રીશ તોલા તથા ગોળ ૪૦૦ તોલા નાખીને ઉકાળવું. જ્યારે ઘાટું થાય ત્યારે તેમાં પીપરનું ચૂર્ણ અને મધ સોળ સોળ તોલા નાખવાં. ૦ થી ૦||તોલાની માત્રામાં અપાય છે. તાવ, ઉધરસ, હરસ, કબજિયાત, આંતરડાની નબળાઇ, વધરાવળ, સારણ વગેરે દરદી માટે તે ઉત્તમ મનાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.