હવાઈછત્રી

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

વિમાનમાંથી છત્રીદ્વારા ઊતરવાનું એક આધુનિક સાધન; `પેરેશુટ`. જેમણે હજુ જીવનની ચોવીસ યે વટાવી નથી એવા દૂધમલ યુવાન વિમાનીઓ તારાસોવ અને યેરમીનના વિમાનો સળગ્યાં છે. તેમણે ધાર્યું હોત તો હવાઈછત્રી દ્વારા કૂદીને પોતાનો જાન બચાવી શક્યા હોત, પણ નહિં, જાન કરતાં પિતૃભોમ વધારે પ્યારી હતી. તેમણે નીચે બચવા હરોળ ભણી પૂરપાટ ધશી રહેલા જર્મન ટેંકોના દળ પર વિમાનો ઝીંક્યાં, તેમનાં શરીરોની કરચો ઊડી ગઈ, સાથે ટેંકો પણ ખતમ થઈ. પોલાદી, તેજસ્વી ખમીરમાંથી રશિયાની લાલ સેનાનું ઘડતર થયું છે. એનું વિમાની દળ જ નહિ પરંતુ લાલ પાયદળ અને નૌકાદળના સૈનિકોની કથાઓ આવા જ શૌર્ય, બલિદાન અને સ્વદેશ પ્રેમના ઘેરા રંગોથી રંગાયેલી છે. દેશ પ્રત્યેનો ઊંડો પ્રેમ, ફરજનું ભાન અને ધ્યેય નિષ્ઠા જ વતન માટે મરી ફીટવાની આવી તમન્ના પ્રગટાવી શકે. લાલ સેનાનો જન્મ પણ ઝંઝાવાતના કાળમાં અને કપરા સંજોગો વચ્ચે થયો છે. ૧૯૧૭ની નવેંબરે ક્રાંતિ સફળ થઈ અને સોવિયેટ સત્તાની સ્થાપના થઇ. વિશ્વયુદ્ધ હજુ ચાલુ હતું. સોવિયેટના બાળ રાજ્યને જન્મતાં વેંત જ એના પારણામાં ગૂંગળાવી ને ખતમ કરવાની નેમથી જર્મન ફોજોનો પંજો રશિયા પર પડ્યો હતો. ઝારના કાળનું જૂનું પુરાણું લશ્કર પ્રતિકાર કરવાને અશક્ત હતું અપૂર્વ કટોકટીમાં પણ સોવિયેટ સરકાર અડગ રહી. લાખો કામદાર કિસાનો મુક્તિ જંગ લડવા લાલ સેનામાં જોડાયા. પેત્રોગ્રેદના ધાતુ કામદારો, મોસ્કોના કામદારો, તુલાના લુહારો અને યાગેસ્લાવના વણકરોએ હથિયાર ઉઠાવ્યાં. ખૂણેખૂણેથી યુવાનોનો પ્રચંડ પ્રવાહ રણમેદાન ભણી વહેવા લાગ્યો. આ પ્રથમ મુક્તિજંગમાં જ લાલસેનાના પાયા નાખવામાં આવ્યા. યુદ્ધમાં લડતાં લડતાં જ એ સેનાએ યુદ્ધની કળાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને સ્વદેશભક્તિ, ફરજપાલન, શૌર્ય અને આત્મબલિદાનની સુંદર પ્રણાલિકાઓ વિકસાવી. આખરે લાલસેના વિજયી બની. આ વિજય પાછળ પ્રજા પ્રત્યેની સેનાની વફાદારી અને રૂસી જનતાનો પ્રેમ રહ્યાં છે. માદરેવતનની મુક્તિ માટેના જંગમાં રેડાયેલા સહિયારાં લોહીએ સોવિયેટ ફસમા વધતી બધી જાતિઓની એક્તાને વજ્ર જેની બનાવી દીધી.

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects