હાથીમાછલી

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

એક જાતની માછલી; જળહાથી. એમ મનાતું હતું કે, સને ૧૯૦૦માં આ હાથી માછલીઓનો સંપૂર્ણ નામ જાહેર કરાયો હતો. જૂના જમાનામાં આ હાથીમાછલીનો શિકાર કરવામાં આવતો, કારણ કે એના તેલમાંથી દીવાઓ બળતા. જાણકારો કહે છે કે, આ તેલમાંથી જે દીવાઓ ઝગતા તેનો પ્રકાશ નજરને ગમે તેવો હતો. આ હાથીમાછલીની જળહસ્તિ નાબૂદ થઈ છે એ ઢંઢેરો ખોટો પડ્યો છે અને તાજેતરમાં જ આ તોતીંગ જળજીવ હાથ લાગ્યો છે. આ હાથીમાછલીનું નાક અને મોઢું માણસના જેવું લાગે છે. પ્રશાંત મહાસાગરના ૯૦૦૦ ફૂટ ઊંડાણમાંથી તાજેતરમાં જ આ હાથીમાછલી જડી છે. ૧૫૦ માઈલ જેટલી સાગરશેરીમાં ઘૂમ્યા પછી આ ગજબનાક જીવ જગતને સાંપડ્યો છે. જળજીવના ઉસ્તાદો આ હકીકતથી ચોંકી ઊઠ્યા છે અને સાગર હેઠળની દુનિયા હજુ ય અજાણ પડી છે એવો એકરાર કરવાની તેમને ફરજ પડી છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects