હીરો કોહિનૂર

વ્યાકરણ :

पुं.

વ્યુત્પત્તિ :

અર્થ :

એ નામનો જગપ્રસિદ્ધ કોહિનૂર હીરો. કોહિનૂર સૌથી પ્રથમ કોલર નામની કૃષ્ણા નદીના વિસ્તારમાં આવેલ જગ્યાએથી ઈ.સ. ૧૬૫૬માં મળી આવ્યો હતો. તે વખતે ગોવલકોંડાના કુતુબશાહી રાજાઓ રાજ્ય કરતા હતા. ગોવલકોંડાના દરબારમાં રહેતાં મીર જુમલા નામના એક ઉમરાવે તે મેળવ્યો કારણ કે, તેને કીમતી પથ્થરોનો ઘણો જ શોખ હતો. તેણે તે હીરો જરા પણ કાપકૂપ કર્યા વગર શહેનશાહ શાહજહાંને ભેટ આપ્યો. તે વખતે તે પથ્થરનું વજન ૯૦૦ રતી અથવા ૭૮૭ ૧ / ૨ કેરટ હતું. ઈ.સ. ૧૬૬૫માં તાવર્નિઅર નામનો એક ફ્રેંચ મુસાફરે તે હીરો ઔરંગઝેબના ખજાનામાં જોયો અને તે વખતે તેનું વજન ૩૧૯ રતી અથવા ૨૭૯ ૯ / ૧૬ કેરેટ હતું. હોરટેનસીઓ બોર્ગિઓ નામના એક વેનિસના વતનીએ તેનો નકામો ભાગ ઘસી નાખીને તેનું કદ ઘટાડી નાખ્યું હતું. ઈ. સ. ૧૭૩૯માં જ્યારે નાદિરશાહે દિલ્હી લૂંટયું ત્યારે તે મહમદશાહ પાસેથી લૂંટના માલ તરીકે આ હીરો લઈ ગયો હતો. નાદિરશાહે જ આ હીરાને કોહિનૂર એટલે ` તેજનો પર્વત ` એવું નામ આપ્યું. જ્યારે ઈ.સ. ૧૭૪૭માં નાદિરશાહનું ખૂન થયું ત્યારે તે હીરો શાહરૂખ પાસે આવ્યો. તેણે આ હીરો દુરાની વંશના સ્થાપક અહમદશાહને બદલામાં આપ્યો હતો. અહમદશાહે તે હીરો તૈમુરને આપ્યો. તેના પાસેથી શાહઝમા પાસે આવ્યો. તેને તેના ભાઈએ પદભ્રષ્ટ કર્યો અને આંખોં ફોડી નાખી; તેમ છતાં પણ શાહઝમાને કેદખાનામાં હીરાને છૂપાવવાનો પ્રયત્ન કર્યો પાછળથી તે હીરો કેદખાનાના ભોંયરાની દીવાલમાં સંતાડેલ મળી આવ્યો હતો. ત્યાર પછી તે તેના ત્રીજા ભાઈ સુલતાન શુજાના હાથમાં આવ્યો. જ્યારે ઈ.સ. ૧૮૦૯માં શુજા કાબૂલનો રાજા થયો ત્યારે લોર્ડ એલ્ફિન્સ્ટને તે હીરાને પોંચી તરીકે પહોરાતો જોયો હતો. શાહ શુજાને મહમદે પદભ્રષ્ટ કર્યો અને નાસી જઈને લાહોર ગયો અને રણજિતસિંહના આશ્રય તળે રહયો. રણજિતસિંહે કોહિનૂરના બદલામાં કશ્મીર પ્રાંત આપવાનું શાહ સુજાની પત્નીને વચન આપ્યું; પરંતુ પાછળથી રણજિતસિંહે શાહ સુજા સાથે પાઘડીની અદલીબદલી કરી અને કોહીનૂર શાહ સુજાની પાઘડીમાં હોવાથી રણજિતસિંહને આ હીરો મફત મળ્યો. ઈ.સ. ૧૮૪૯માં પંજાબ ખાલસા કરવામાં આવ્યું ત્યારે સલામતી માટે તે કોહિનૂર લોર્ડ લોરેન્સને આપવામાં આવ્યો; ત્યાર પછી સગવડતાએ રાણી વિકટોરીઆને મોકલી આપવામાં આવ્યો અને બ્રિટિશ તાજમાં તેને જડી લેવામાં આવ્યો. છેલ્લે આમસ્ટર્ડામમાં તેને ફરીથી કાપવામાં આવ્યો હતો અને તેનું વજન ઘટાડીને ૧૦૬ ૧ / ૧૬ કેરટનું કરવામાં આવ્યું હતું.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects