स्त्री.
હોપે બનાવેલ ગુજરાતી વાચનમાળા. ઓગણીસમી સદી માંહેની ભારતવર્ષની વાચનમાળાઓમાં તે સર્વોત્તમ હતી. હોપવાચનમાળાની પરમ લક્ષ્મી હતી દલપત કવિતા. સમસ્ત ભારતવર્ષીય ભાષાઓમાંની વાચનમાળાઓની ગુણપરીક્ષક કમિટી વડી સરકારે ૧૮૮૪માં નીમી હતી અને એ પરીક્ષક કમિટીએ હોપવાચનમાળાને વાચનમાળાઓનો મેર ઉચ્ચારી હતી. હોપવાચનમાળા કમિટીની ગુજરાત જાણીતી સ્મારક છબી છે. એ ઐતિહાસિક સ્મારક છબીમાં હોપને જમણે અંગે દલપતરામ છે ને ડાબે અંગે છે રા. સા. મોહનલાલ ઝવેરી. ઉપર રા. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, દુર્ગારામ મહેતાજી ને રા. સા. મહીપતરામ છે ને નીચે રા. સા. પ્રાણલાલ મથુરદાસ અને રા. સા. મયારામ શંભુનાથ છે. સપ્તર્ષિમંડળની વચ્ચે ધ્રુવની પેઠમ વચ્ચોવચ્ચ વાચનમાળા કમિટીના પ્રમુખ સર થિયોડોર હોપ બેઠેલા છે. નવયુગનો જ્ઞાનોદય ગુજરાતે ત્યારે થયો હતો. કમિટીના સભ્યોને નિરનિરાળા પાઠો લખવાના હતા. ` રાવસાહેબ મોહનલાલે સામાન્ય જ્ઞાનના અને અર્થશાસ્ત્ર સંબંધી પાઠો તૈયાર કરવા; રાવસાહેબ મહીપતરામે નીતિ સંબંધી પાઠો લખવા; રાવસાહેબ પ્રાણલાલભાઈએ ઇતિહાસના પાઠો લખવા અને રાવસાહેબ મયારામે પ્રાણીવનસ્પતિના પાઠ રચવા અને દલપતરામભાઈએ દાખલ કરવા જોગ કવિતા બનાવી આપવાનું હતું. પાઠોનો અનુક્રમ ગોઠવવાનું કામ રાવ સાહેબો મોહનલાલ અને મહીપતરામને માથે હતું. બુક કમિટીની ઓફિસ ટ્રેનિંગ કોલેજના એક ખંડમાં બેસતી. સવારના દસથી સાંજના પાંચ સુધી દરદોજ કામ ચાલતું. પ્રત્યેક પાઠ ચાર ચાર વાર વંચાતો ને સોનાની પેરે શોધાતો. પ્રથમ કમિટીમાં વંચાય; પછી મિ. હોપ વાંચે ને સુધારે. એ સુધારેલા પાઠ ફરીથી કમિટીમાં વંચાય અને મિ. હોપ ફરી વાંચીને મંજૂર કરે. જૂનથી ઓકટોબર સુધીમાં વાચનમાળાનો પોણોક ભાગ એમ લખાયો. પહેલી ચોપડી તૈયાર કરતાં જ રા. સા. મહીપતરામને ત્રણ મહીના લાગ્યા હતા, મિ. હોપે ઇંગ્લાંડની અને આ દેશની સ્કૂલોમાં ચાલતી જુદી જુદી આઠ વાચનમાળાઓ એકઠી કરી હતી. તેમાં સીક્વલ નામે ચાલતી અંગ્રેજી વાચનમાળા વધારે ઉપયોગી થઈ પડી હતી; છપાતાં પૂર્વે કેળવણી ખાતાના ગુજરાતી ટ્રાન્સલેટર સુરતવાસી રેવરન્ડ ગ્લાસગોની મંજૂરી મિ. હોપ સુરત જઈને લઈ આવ્યા હતા. વાચનમાળા તૈયાર થયે છપાવવાનું કામ રા. સા. મોહનલાલને સોંપાયું હતું.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.