न.
[ સં. ]
( પુરાણ ) સરયૂ નદીના કાંઠા ઉપર આવેલું કોશલ દેશની રાજધાનીનું શહેર; વિનીતા નગરી; ઉત્તરકોશલા; સાકેત. વૈવસ્વત મનુએ આ શહેર વસાવ્યું કહેવાય છે. દશરથ રાજાના વખતમાં એ બાર યોજન લાંબું અને ત્રણ યોજન પહોળું હતું. તેની ચારે બાજુ મોટો કિલ્લો હતો. દશરથના મરણ પછી આ નગરમાં રામચંદ્રે અગિયાર હજાર વર્ષ રાજ્ય કર્યું હતું. તેઓ સ્વધામ સીધાવ્યા ત્યારે પ્રાણીમાત્રને પોતાની સાથે લઈ ગયા હતા, તેથી ઘણા વખત સુધી એ નગરી ઉજ્જડ પડી રહી હતી. આગળ જતાં સૂર્યવંશી ઋષભ રાજાએ તે ફરી વસાવી. રામના વનવાસ દરમિયાન ભરતે આ અયોધ્યા-સાકેતના નંદિગ્રામ નામના પરામાં રહીને રાજ્ય ચલાવ્યું હતું.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં