| 2 |
|
पुं. |
( પિંગળ ) એ નામનો પાંચમો સંધિ. પાંચમો સંધિ દાદા છે. તેને ચ સંજ્ઞા આપી છે. તે સંધિના આભીર, તુરગ, હાલક, ચોપાઇ, ચોપાયા, રુચિરા; સવૈયા વગેરે માત્રાછંદ બન્યા છે. ચિત્ર રચનાવાળા શેષા, માણવક, ત્વરિતગતિ, તરલ, વિદ્યુન્માલા, મંદર, મોદક, કિરીટ, વિશેષ, મદિરા, કલિપાત, સારંગી, શંભુ, હંસી વગેરે છંદ પણ ચ સંધિના પેટામાં આવે છે. અગાઉ તોટકને પણ આ સંધિના પેટામાં નાખ્યો હતો. તેથી એના જેવી ચિત્રરચનાના તિલકા, નલિની, ચિત્ર, દુમિલા, તારક, અરવિંદ, મુખી અને કિશોર પણ આ સંધિના પેટામાં સ્થાન પામે છે.
|
| 3 |
|
पुं. |
એક અઘોષ વ્યંજન; ગુજરાતી ભાષાના મૂળાક્ષરો માંહેનો સત્તરમો અને સિદ્ધ વ્યંજનો માંહેનો છઠ્ઠો તાલુસ્થાનનો અલ્પપ્રાણ અઘોષ વ્યંજન. તાલુસ્થાની પહેલો વ્યંજન. ચ ને કોઈ વ્યંજન જોડવો હોય તો તેનો કાનો અલોપ થઇ ચ્ લખાય છે. ચ અને છ ને બદલે કોઈ વાર બોલવામાં સ વપરાય છે. સંસ્કૃત ત્યનો ગુજરાતીમાં ચ થાય છે. જેમકે, સત્યનું સાચ, નૃત્યનું નાચ. લહિયાઓ પુસ્તક લખતાં લખતાં સહેજ ઊઠવું હોય અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક વખત માટે બંધ કરવું હોય તો આ અક્ષર ઉપર અટકતા નથી, કારણ કે તેઓ માને છે કે ચ ચલ જાવે.
|
| 22 |
|
अ. |
પાદપૂરણ, અવધારણ, સમુચ્ચય, એકબીજાનો યોગ, સમાહાર, તુલ્યયોગિત્વ વગેરે બતાવનાર અવ્યય.
|