22 |
[ સં. ચત્વાર ] |
वि. |
બે ને બે; ત્રણને એક; ૪. અન્ન, આયુધ, બુદ્ધિ, ખાણ, અભ્યંતર, પ્રયત્ન, અવસ્થા, આશ્રમ, માસ, મુક્તિ, ખંડ, પુરુષ જાતિ, સ્ત્રી જાતિ, દિશા, દેહ, નાયક, નાયિકા, પુરુષાર્થ, પ્રલય, ગદાયુ, વંશ, પ્રીતિ, પાપ, બ્રહ્મવેત્તા, ભૂમિકા, અનુબંધ, ગાયનમત, માર્ગ, મુદ્રા, યુગ, વર્ણ, વાણી, વાદ્ય, વેદ, કશ્યપ, પત્ની, વીર, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય એ સર્વ ચાર ગણાય છે.
રૂઢિપ્રયોગ
૧. ચાર આંખો કરવી = ગુસ્સે થવું; તપી જવું.
૨. ચાર આંખો થવી = (૧) ઈર્ષા થવી. (૨) ક્રોધે ભરાવું; ગુસ્સે થવું; આંખમાં રોષ ભરાવો. (૩) પ્રેમને લીધે ઘેલછા થવી. (૪) બે જણની અરસપરસ નજર એકઠી થવી.
૩. ચાર કાનની વાત છ કાને ન જવા દેવી = ઘરની વાત બહાર ન કહેવી; મિત્રોની વાત અજાણ્યાને ન કરવી.
૪. ચાર ચશ્મ કરવું = સન્મુખ કરવું.
૫. ચાર ચાર ગાઉ ચાલતાં લાંબો પંથ કપાય = (૧) થોડું થોડું ચાલતાં મુસાફરી પૂરી કરી શકાય. (૨) ધીમે ધીમે પણ ધીરજથી ગમે તેવું મોટું કામ પાર પડે.
૬. ચાર દહાડાના જૂઠા લાભને માટે = થોડા દિવસના મિથ્યા લાભને માટે.
૭. ચાર દહાડાનું ચાંદરણું ને ઘોર અંધારી રાત = થોડા સુખના દિવસો પછી દુઃખનો વખત આવે છે; સુખ કોઇને સદા રહેતું નથી.
૮. ચાર દાણા નાખવા = વિવાહ કરવા.
૯. ચાર દાણા યે ન હોવા = સાધારણ અક્કલ પણ ન હોવી; કંઈ માલ નો હોવો.
૧૦. ચાર દિનકી ચાંદની = ક્ષણિક મોજમજા.
૧૧. ચાર પૈસે સુખી = પૈસાદાર.
૧૨. ચાર બોલ કહેવા = શિખામણ દેવી.
૧૩. ચાર મળે ચોટલા ને ઊંધા વાળે ઓટલા = (૧) ચાર સ્ત્રીઓ ભેગી થાય તો તેની વાતોનો પાર ન આવે. (૨) ઝાઝા મળે ને ખાવા ટળે; ઘણાં માણસો એક જ કામ પોતાની જુદી જુદી રીતે કરવા જાય તો કામ થતું જ નથી.
૧૪. ચાર માણસમાં માગ મુકાવે એવું = પ્રતિષ્ઠિત; આબરૂદાર; નામાંકિત; પ્રખ્યાત.
૧૫. ચાર માણસમાં વિચારીને બોલવું = વધારે માણસની હાજરીમાં મર્યાદાસર બોલવું.
૧૬. ચાર લોકમાં ગણાવું = લોકોમાં માન પામવું.
૧૭. ચાર હાથ કરવા = (૧) એક માણસને મદદમાં લેવો. (૨) હદથી વધારે ઉતાવળ કરવી.
૧૮. ચાર હાથ થવા = પરણવુ.
૧૯. ચાર હાથ બતાવવા = (૧) બીક લગાડવી. (૨) મારવાનો દેખાવ કરવો.
૨૦. ચારની ખાંધે ચડવું = મરી જવું.
૨૧. ચારે ખરિયાં પેટમાં હોવાં = પૂર્ણ બ્રહ્મચારી હોવું.
૨૨. ચારે હાથ ઉપર હોવા = સંપૂર્ણ મહેરબાની હોવી.
૨૩. ચારે હાથ હેઠા પડવા = આધાર નબળો પડવો; આશ્રય જતો રહેવાથી નિરાશ થઈ જવું.
૨૪. ચોમાસાના ચાર = ચોમાસાના ચાર મહિના; અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો.
૨૫. બે ને બે ચાર જેવું = દીવા જેવું; સ્પષ્ટ; ચોખ્ખું.
|