પું○
ભારત આર્ય વર્ણમાલાનો તાલવ્ય ઘોષ અલ્પપ્રાણ અસ્પર્શ વ્યંજન. (એ इ માંથી થયેલો હોઈ અર્ધસ્વર પણ કહેવાય છે. છેક યજુર્વેદના સમયથી એનું ‘જ’ ઉચ્ચારણ વિકસ્યું છે, તો એનાથી ઊલટું યુરોપની પોલિશ વગેરે ભારત, યુરોપીય કુળની ભાષાઓમાં J નું ઉચ્ચારણ ‘ય’ છે: Jacobi યાકોબિ, Jesperson યેસ્પર્સન વગેરે. વળી છેક ઋગ્વેદના સમયથી લઘુપ્રયત્નતર ‘ય’ પણ જાણીતો છે, જેનું સ્વરૂપ પ્રાકૃતમાં अवर्णो यश्रुति: તરીકે જૈન મહારાષ્ટ્રીમાં વ્યાપક થયું. આજે ગુજરાતીમાં ‘રૂપિયો’, ‘કડિયો’, ‘ઘોડિયું’, ‘ગયું’, ‘કરયું’, ‘હસ્યો’ વગેરેમાં આ જ यશ્રુતિ છે, જે પૂર્વના સ્વરને તેથી જ થડકાવી શકતી નથી. સ્ત્રી○ નાં ‘રાત’=રાત્ય, ‘ગત’=ગત્ય, ‘આંખ’=આંખ્ય વગેરે અને આજ્ઞાર્થનાં ‘કર’=કરય, ‘હસ’=હસ્ય, ‘આવ’=આવ્ય, વગેરે આ રૂપોમાં એ જ यશ્રુતિ છે, આ ‘ય’નું લઘુપ્રયત્ન ઉચ્ચારણ)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ