स्त्री.
હિંદુ કોમની એક જાતિ; લોહાણા; લોહસ્વર્ણા. સિંધમાં લોહા બંદર છે તેથી ત્યાંના પણ તેઓ મનાય છે. મુલતાન પાસે લોહાણાપુર છે. ત્યાંના પણ તેઓ હોય એમ મનાય છે. અસલ સિંધના હિંદુ લોહાણાઓને ઇ. સ. ના પંદરમાં સૈકામાં બગદાદના પ્રખ્યાત પીર મૌલાના અબ્દુલ કાદર ગિલાનીના વંશ જ સૈયદ યુસુફે મુસલમાન ધર્મમાં વટલાવ્યા હતા. સિંધમાંથી એક કોમ કચ્છમાં ને એક ત્યાંથી કાઠિયાવાડમાં આવી અને પછી ગુજરાતમાં પેઠી. મુકાબલે કચ્છ કાઠિયાવાડ કરતાં ગુજરાતમાં મેમણોની સંખ્યા ઘણી કમી છે. કેટલાકનું એમ કહેવું છે કે, જે લોહાણાઓ એવી રીતે વટલ્યા તે મેમણ કહેવાયા અને કેટલાકનું માનવું છે કે, તેઓ ખોજા કહેવાયા.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.