સિકંદરાબાદ

વ્યાકરણ :

न.

વ્યુત્પત્તિ :

અર્થ :

ઉત્તર ભારતમાં આગ્રાથી પાંચ માઈલ દૂર આવેલ એ નામનું એક ગામ. એમ કહેવાય છે કે, અગાઉ ત્યાં સિકંદર લોદીની રાજધાની હતી. મહાન અકબર બાદશાહની કબર પણ ત્યાં આવેલી છે. ત્યાંનો કીર્તિસ્તંભ અકબરે બંધાવવાનો આરંભ કરેલ, જહાંગીરે તે પૂરો કરાવ્યો. તેણે અસલના નમૂનામાં કેટલાક ફેરફારો કરાવ્યાં હતા. તેનું ચણતર ૧૬૦૩માં શરૂ થયેલ, ૧૬૧૨ માં પુરું થયેલ. તેમાં રૂપિયા ૧૫ લાખનું ખર્ચ થયું હતું. અહીંનો કીર્તિસ્તંભ બહિસ્તાબાદના ૧૫૦ એકર પહોળા ઉદ્યાનમાં ઊભો કરાયો છે. દરેક દિવાલ આગળ એક મજબૂત રંગીન પથ્થરનો સુશોભિત દરવાજો છે. પશ્ચીમી ખંડ મસ્જિદના ઉપયોગમાં આવતો. પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં આવેલું છે ત્યાં એક ૭૪ ફૂટ ઊંચો ભવ્ય દરવાજો ઊભો કરવામાં આવ્યો છે. દરવાજો બહુ જ સુંદર અને સુશોભિત કરવામાં આવ્યો છે. દરવાજાની ચોમેર ચાર નાના ઘુમટવાળા મિનારાઓ ઊભા કરાયા છે. દરવાજાની મધ્યમાં સંગીતખંડ અને નોબતખાનું આવેલાં છે. ભવ્ય કીર્તિસ્તંભના નાનેથી માંડી મોટામાં મોટા ચણતરમાં મોગલાઈની લાક્ષણિક ચિત્રકળા અને શિલ્પી કામ કોતરેલાં દેખાય છે. કીર્તિસ્તંભના મધ્યખંડમાં વચ્ચોવચ અકબર બાદશાહની કબર છે.અગાઉ ત્યાં કીમતી ગાલીચા અને શેતરંજીઓ પથરાતી. કબરના પથ્થરને ફરતી સોનારૂપાની કિનારીવાળી છત જડવામાં આવેલી છે. કબરની બાજુમાં જ અકબર બાદશાહની શમશેર, ઢાલ, પાઘડી, પગરખાં અને ઓપ ચડાવેલ કીમતી પુસ્તકો રખાયેલાં હતાં. કહેવાય છે કે ૧૭૬૪માં જ્યારે મહરાજા સૂરજમલે ( ભરતપુરનો રાજા ) આગ્રા શહેરને લુટયું હતું ત્યારે આ સઘળી ચીજો લૂંટાઈ ગયેલી. કંઈક ભાંગફોડ પણ કરવામાં આવેલી. આગળના જમાનામાં આ ભવ્ય ખંડની ભીતરમાં ચોમેર સુવર્ણ અને આસમાની રંગના ભવ્ય ચિત્રો જોવામાં આવતા. બાદશાહની કબર પાસેના ઉચ્ચાસન ઉપર બીજી બે નાની નાની કબરો આવેલી છે. એ કબરો અકબરની બે પુત્રીઓ શૈખુરૂન્નિસા અને આરામબાનૂ બેગમની છે. વળી ત્રીજી કબર શાહઆલમ બીજાના પુત્ર મિરઝા સુલેમાન શેખની ત્યાં ઊભી કરાઈ છે. સૌથી ઉપલા માળે એક આરસપહાણનો એક ભવ્ય શિલાલેખ જોવામાં આવે છે. તે બરાબર બાદશાહની કબરના ઘુમટની ઉપર જ રખાયેલો છે. તેમાં ખુદાના નામ અને ગુણનું બયાન કરવામાં આવ્યું છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects