અરવલ્લી જિલ્લો બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ અને મોડાસા એમ કુલ 6 તાલુકાનો બનેલ છે. અરવલ્લી જિલ્લામાં 694 જેટલાં ગામડાં આવેલા છે. અમરેલી જિલ્લાનો કુલ વિસ્તાર 3,217 ચો. કિ.મી. છે. જ્યારે અંદાજીત વસ્તી 2 લાખથી વધુ છે
અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા છે. આ જિલ્લો ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ અરવલ્લી પર્વતમાળામાં બનેલ છે. આ નવા જિલ્લાનું નામ પણ અરવલ્લીની પર્વતમાળા ઉપર જ પાડવામાં આવ્યું છે. અહીં મોટાભાગની વસ્તી આદિવાસી ભીલોની છે. વિશ્વવિખ્યાત શામળાજીનું મંદિર આ જિલ્લામાં આવેલ છે અને જ્યાં કાર્તિકી પૂનમના દિવસે મોટો મેળો ભરાય છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં