બનાસકાંઠા જિલ્લો ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, ધાનેરા, ઈકબાલગઢ, લખની, પાલનપુર, કાંકરેજ (શિહોરી), સુઈગામ, થરાદ, વડગામ, વાવ – એમ કુલ 14 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 1249 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 12,703 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 31 લાખથી વધુ છે. 65%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અત્તર અને હીરાઉદ્યોગ માટે જાણીતું છે. આ જિલ્લો વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય માટે પ્રસિદ્ધ છે. ગુજરાત રાજ્યનું મોટામાં મોટું તીર્થધામ અંબાજી આ જિલ્લામાં આવેલું છે, જ્યાં આરસપહાણની ખાણ છે અને તાંબું પણ ખનિજરૂપે મળે છે. અંબાજી પાસેનાં કુંભારિયાજીના જૈન દેરાં પુરાણી કોતરણી માટે વિખ્યાત છે. પાલનપુર પાસે બાલારામ ઝરણું, મંદિર ને ચંદનના વૃક્ષના જંગલ તેમજ ઉદ્યાન માટે જાણીતું છે. બાલારામમાં ગુજરાતની પ્રખ્યાત હેરીટેજ હોટેલ પણ આવેલી છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનુ કેન્દ્ર છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.