ગીર સોમનાથ જિલ્લો ગીર સોમનાથ, કોડીનાર, સુત્રાપાડા, તલાલા, ઉના, વેરાવળ – એમ કુલ 6 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 485 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 3,754 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 2 લાખથી વધુ છે. આ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે.

નવા બનેલા આ જિલ્લાનું નામ તેમાં આવેલ ગીરના જંગલ અને પ્રખ્યાત સોમનાથ મંદિર ઉપરથી પાડવામાં આવેલ છે. સોમનાથની ગણના વિશ્વનાં દ્વાદશ જ્યોતિર્લિંગમાં સર્વપ્રથમ તરીકે થાય છે. આ મંદિરની ખ્યાતિથી આકર્ષાઈને અફઘાન મહમદ ગઝની દ્વારા આ મંદિર ઉપર 17 વખત હુમલો કરવામાં આવેલ હતો. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે. આની નજીકમાં આવેલ ભાલકા તીર્થ નામના સ્થળ ઉપર શ્રીકૃષ્ણ નિર્વાણ સ્થળ આવેલ છે. જૂનાગઢથી 65 કિ.મી.ના અંતરે આવેલ ગીર નેશનલ પાર્ક એશિયામાં વસતાં સિંહોના અંતિમ વસવાટ તરીકે ઓળખાય છે. ગીર નેશનલ પાર્કમાં પરમીટ લઈને સિંહદર્શન માટે જઈ શકાય છે. આ ઉપરાંત દેવાળીયા ખાતે જંગલ જેવું જ વાતાવરણ ઊભું કરીને પણ સિંહ જોવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.