મહેસાણા જિલ્લો બેચરાજી, ગોઝારીયા, કડી, ખેરાળુ, મહેસાણા, સતલાસણા, ઊંઝા, વડનગર, વિજાપુર અને વીસનગર – એમ કુલ 10 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 606 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 4,386 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 20 લાખથી વધુ છે. 83%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.


જિલ્લાનું વડું મથક મહેસાણા દૂધસાગર ડેરી અને પશુદાણ માટે જાણીતું છે. મોઢેરા નવસો વર્ષ જૂના સૂર્યમંદિરની બેનમૂન કોતરણી માટે જાણીતું છે. મોઢેરા ખાતે દર વર્ષે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રિય નૃત્યમહોત્સવ યોજવવામાં આવે છે. સૂર્યમંદિર નેપ્થ્યમાં રાખીને પ્રદર્શિત થતાં આ નૃત્યો અભૂતપૂર્વ હોય છે. મા-બહુચરનું શક્તિપીઠ ધરાવતું બેચરાજી જાણીતું તીર્થધામ છે. તારંગા ટેકરી ઉપર જૈનમંદિર છે. વડનગર એના કીર્તિતોરણ જેવા પુરાણા અવશેષો માટે તેમજ એક કાળે જ્યાં તાના-રીરી બે કન્યાઓએ સંગીતની અનન્ય રસલહાણ પીરસેલી એના સ્મારક માટે પ્રસિદ્ધ છે. ઊંઝા ઉમિયામાતાના મંદિર માટે અને જીરુ-વરિયાળીના મોટા વેપાર માટે ભારતભરમાં જાણીતું છે. ઉનાવા નજીક આવેલા મીરા દાતારની દરગાહ મુસ્લિમોનું એક મોટું તીર્થધામ છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ