સુરત જિલ્લો સિટી, ઉમરપાડા, ઓલપાડ, સુરત, કામરેજ, પલસાણા, મહુવા, બારડોલી, માંડવી અને માંગરોળ – એમ કુલ 10 તાલુકાનો બનેલ છે. આ જિલ્લામાં 745 જેટલાં ગામડાં આવેલાં છે જ્યારે તેનો કુલ વિસ્તાર 4,418 ચો. કિ.મી. છે. અંદાજીત વસ્તી 60 લાખથી વધુ છે. 85%થી વધુ સાક્ષરતાનો દર તે ધરાવે છે.
સત્તરમા અને અઢારમા સૈકામાં સુરતની ભારતના અગત્યના બંદર તરીકે જાહોજલાલી હતી. સુરત જરી અને સુતરાઉ કાપડના તથા હીરાના ઉદ્યોગ માટે ખ્યાતનામ રહ્યું છે. ઇસ્ટઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સુરતમાં સ્થપાઈ હતી. એક કાળે સુરત બંદરથી મક્કાની હજયાત્રા શરૂ થતી. સુરત ગુજરાતનું બીજા ક્રમનું સૌથી મોટું શહેર છે અને અત્યંત ઝડપથી વિકસી રહ્યું છે. દુનિયામાં સુરત હીરા ઉદ્યોગના પાટનગર તરીકે ઓળખાય છે. સુરત પાસે ડુમસ મગદલ્લા અને હજીરા વિહારધામ તરીકે વિકસ્યાં છે. ઉકાઈ અને કાકરાપાર ખાતે તાપી નદી પર બંધ બાંધવામાં આવ્યા છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ