પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું,
કેવું અદ્ભુત છે મારું બાળપણ.
મોજ-મસ્તી કરતું, ધીંગામસ્તી કરતું,
કેવું અજાયબ છે મારું બાળપણ.
બગીચામાં ખીલતું, ફૂલોને ચુમતું,
કેવું વિચિત્ર છે મારું બાળપણ.
રમકડાંથી રમતું, લોકચાહના પામતું,
કેવું પ્રેમાળ છે મારું બાળપણ.
વડીલોને પૂજતું, નિત્ય પ્રાર્થના કરતું,
કેવું સુખ રૂપ છે મારું બાળપણ.
સારું ગ્રહણ કરતું, સુવિચાર આચરતું,
કેવું વિચારશીલ છે મારું બાળપણ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં