એબીસીડી એબીસીડી
ઘોડા દોડાવો
ઘોડાની ટાંગ તૂટી મલમ લગાવો
મલમ ઉપર માખી બેસી
ચાદર ઓઢાડો
ચાદરનો છેડો ફાટ્યો
દરજી બોલાવો
દરજીની સોય તૂટી
લુહાર બોલાવો
લુહારનો વાંસલો ભાંગ્યો
સુથાર બોલાવો
સુથારનો હાથ તૂટ્યો
ડૉક્ટર બોલાવો
ડૉક્ટરની પેટી ચોરાઈ
પોલીસ બોલાવો
પોલીસની ટોપી ઊડી
તાળી વગાડો
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ