ઝાડ નીચે બેઠા બચુભાઈ, લઈને વાડકીમાં મીઠું દહીં,
ઊડતાં ઊડતાં આવ્યા કાગડાભાઈ,
ઝાડ ઉપર બેઠા પૂરી ખાવા ભાઈ,
બચુભાઈ ખાતા’તા લહેરથી દહીં, ત્યાં
તો પૂરી નીચે પડી ગઈ,
બચુભાઈ ગભરાયા બહુ ભાઈ,
નાઠા એ તો વાડકો ફેંકી દઈ.
કાગડાભાઈને તો મજા આવી ગઈ,
ખાઈ ગયા બધું એ તો મીઠું દહીં.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.