ચકીબેન ચકીબેન
મારી સાથે રમવા આવશો કે નહિ, આવશો કે નહિ.
બેસવાને ખાટલો, સૂવાને પાટલો,
ઓઢવાને પીંછાં આપીશ તને, આપીશ તને
પહેરવાને સાડી, મોરપીંછાંવાળી
ઘમ્મરિયો ઘાઘરો આપીશ તને, આપીશ તને
ચક ચક અવાજે ચીં ચીં કરજે,
ચણવાને દાણા આપીશ તને, આપીશ તને
બા નહિ લડશે, બાપુ નહિ લડશે
નાનો બાબો તને ઝાલશે નહિ, ઝાલશે નહિ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.