ચણ ચણ બગલી ચણાની દાળ, ઠેકો માર્યો ઠુમકદાર,
શેરીએ શેરીએ ઝાંખા દીવા આવ રે કાગડા કઢી પીવા,
મારામાં કાંકરી ખૂંચે છે! મારામાં કાંકરી ખૂંચે છે!
ગણ ગણ ગાંઠીયા તેલની પળી ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી,
બળતી હોય તો બળવા દે ને ઠરતી હોય તો ઠરવા દે,
આવ રે કાગડા કઢી પીવા,
મારામાં કાંકરી ખૂંચે છે! મારામાં કાંકરી ખૂંચે છે!
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.