Gujaratilexicon

જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી જાય

December 30 2019
Gujaratilexicon

જંગલ કેરા પ્રાણીઓની છૂક છૂક ગાડી ચાલી,


સૌથી આગળ કાળો હાથી, એન્જિન એ કહેવાય,

હાથી ઉપર બેઠું સસલું, ડ્રાઇવર એ કહેવાય,

મોટાં મોટાં ફળ એ હાથીને દેતું જાય,

જંગલ આખું ધમધમ થાતું, પક્ષીઓ હરખાય.


લાંબી ડોકે જિરાફભાઈ જંગલ જોતા જાય,

વરુ અને શિયાળ એના પગમાં અથડાય,

કાણી આંખે કાગડાભાઈ જંગલ જોતા જાય,

હરણ અને સાબર એ તો ઠેકડા મારતા જાય.


કોટ પહેરી વાંદરાભાઈ ડબ્બે ડબ્બે જાય,

પાંદડાની ટિકિટ તપાસે, ચેકર એ કહેવાય;

સૌની પાછળ ઝંડી લઈને રીંછભાઈ જાય;

પી-પી સીટી વગાડી, ગાડી ઉપડી જાય.

Most Popular

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects