સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે,
સરસર સરસર ભાગે, એની ઘંટી ટનટન વાગે.
સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે
ચાર પૈડાવાળી ને ગાદીવાળી સીટ,
પૂરપાટ ભાગું તો ય નથી લાગતી બીક,
સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે.
હું ને ભાઈ મારો આખો દી ફરવાના,
નદીએ ફરવા જાશું સૌથી છાનામાના,
સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે.
સાઈકલ મારી ચાલે, જાણે ઘોડાગાડી,
સરસર સરસર ભાગે, જાણે એન્જિન ગાડી,
સાઈકલ મારી ચાલે, એની ઘંટી ટનટન વાગે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ