ઢીંગલી મેં તો બનાવી મઝાની,
તૈયાર એને હવે કરવાની.
એનું ઝભલું સીવડાવવા દરજી પાસે જાઉં,
દરજીભાઈ દરજીભાઈ ઝભલું સીવી દો,
લાલ પીળા ઓઢણામાં આભલા જડી દો … ઢીંગલી
એના ઝાંઝર બનાવવા સોની પાસે જાઉં,
સોનીભાઈ સોનીભાઈ ઝાંઝર બનાવી દો,
મોતીની માળા ને બંગડી ઘડી દો … ઢીંગલી
એની મોજડી સીવડાવવા મોચી પાસે જાઉં,
મોચીભાઈ મોચીભાઈ મોજડી સીવી દો,
લાલ મખમલની મોજડી સીવી દો … ઢીંગલી
એને સુંદર બનાવવા મમ્મી પાસે જાઉં,
મમ્મી મમ્મી પાવડર લગાવી દો,
આંખે આંજણ ગાલે લાલી લગાવી દો … ઢીંગલી
એનો ગજરો ગૂંથાવવા માળી પાસે જાઉં,
માળીદાદા માળીદાદા ગજરો બનાવી દો,
મોગરા ગુલાબનો ગજરો બનાવી દો … ઢીંગલી
એને હોંશિયાર બનાવવા બેન પાસે જાઉં,
બેન ઓ બેન લખતાં શીખવાડી દો,
એક બે ત્રણ ચાર ગણતાં શીખવાડી દો … ઢીંગલી
ઢીંગલી મેં તો બનાવી મઝાની,
તૈયાર એને હવે કરવાની.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.