એકડે એક પાપડ શેક,
બગડે બે મણકા લે.
ત્રગડે ત્રણ ઝટપટ ગણ,
ચોગડે ચાર લગાડો નહિ વાર.
પાંચડે પાંચ ચોપડી વાંચ,
છગડે છ રડશો ન,
સાતડે સાત સાંભળો વાત,
આઠડે આઠ ભણો પાઠ,
નવડે નવ બોલો સૌ,
એકડે મીંડે દશ,
હસ ભાઈ હસ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં