Gujaratilexicon

નીંદરભરી આંખડી

December 30 2019
GujaratilexiconEdwardLor EdwardLor

નીંદરભરી રે ગુલાલે ભરી,
બે’નીબાની આંખડી નીંદરભરી રે.

નીંદરને દેશ બે’ની નત્ય નત્ય જાતાં,
આકાશી હિંચકાની હોડી કરી – બે’નીબાની.

દોરી તાણીને વીર મારે હલેસાં,
હાલાં વાયાં ને હોડી વેગે ચડી. – બે’નીબાની.

નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,
કેસરિયા દૂધના કટોરા ધરી. – બે’નીબાની.

નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝૂંબે,
કળીઓ નિતારીને કચોળી ભરી. – બે’નીબાની.

સિંચ્યા એ તેલ મારી બે’નીને માથડે,
નાવણ કરાવે ચાર દરિયાપરી. – બે’નીબાની.

છીપોની વેલડીને જોડ્યા જળ-ઘોડલા
બેસીને બે’ન જાય મુસાફરી. – બે’નીબાની.

સાતે સિંધુને તીર સફરો રે કીધી,
સૂરજ ઉગ્યો ને બે’ન આવ્યા ફરી. – બે’નીબાની.

Most Popular

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects