પંડિત ચાલ્યા જાય છે ,પંડિત ચાલ્યા જાય છે .
પગમાં જૂના જૂતા પેહરી પંડિત ચાલ્યા જાય છે .
આંબા ઉપર કેરી દેખી પંડિત જોવા જાય છે .
તડાક કરતા કેરી તૂટી તાલ પર કુટાય છે.
લોહી વહી જાય છે ને પંડિત ચાલ્યા જાય છે .
ખીસામાંથી ડબ્બી કાઢી છીકણી સુંઘવા જાય છે,
હાક છી હાક છી કરતા કરતા ચોટલી ફર ફર થઈ છે.
આકાશે એરોપ્લેન દેખી પંડિત જોવા જાય છે,
આમતેમ આમતેમ ફાંફા મારતા ગધેડે અથડાય છે,
પંડિત ચાલ્યા જાય છે .પંડિત ચાલ્યા જાય છે .
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.