તારા ધીમા ધીમા આવો, તારા રમવાને આવો,
તારા રૂપા ગેડી લાવો, તારા સંભાળીને આવો.
તારા ધીમા ધીમા આવો, તારા ધીમા ધીમા આવો,
તારા એક તારા એક, તારા એકે એક આવો.
તારા છાના માના આવો, તારા ધીમા ધીમા આવો,
તારા સામા સામા આવો, તારા ચાંદાને લઈ આવો.
તારા ધીમા ધીમા આવો, તારા રમવાને આવો,
તારા શીતળ વાયુ લાવો, તારા ધીમા ધીમા આવો.
તારા ધીમા ધીમા આવો, તારા રમવાને આવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.