થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ,
થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ.
નીચા વળીને તાળી દઈએ,
થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ.
ઘમ્મરિયો ઘાઘરો ને રેશમની ચોળી (2)
ઓઢણી ઓઢીને અમે ગરબે રમીએ,
થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ.
નાનકડાં હાથમાં નાનકડી બંગડી (2)
ઝાંઝર પહેરીને તે અમે ગરબે રમીએ,
થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ.
સોનાનો ગરબો ને રૂપલા ઈંઢોણી (2)
માથે મૂકીને અમે ગરબે રમીએ,
થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ.
નીચા વળીને તાળી દઈએ,
થમ થમ થમ થમ્પો દેતા ગરબે રમીએ (2)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં