દરેક ભાષાની એક આગવી ઓળખ, શૈલી અને રજૂઆતની ઢબ હોય છે. કોઈ પણ ભાષા કે સંસ્કૃતિની રજૂઆત શબ્દો એટલે કે પુસ્તકો ઉપરાંત નાટ્ય, નૃત્ય કે ફિલ્મ સ્વરૂપે કરવામાં આવે તો તે વધારે અસરકારક નીવડે છે. ગુજરાતી ભાષામાં પણ ઘણી ઉમદા ફિલ્મો અને નાટકો રજૂ થયા છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગના આરંભથી છેક આજ સુધી તેને ઘણા દિગ્ગજ અભિનેતા, અભિનેત્રી, સંગીતકાર, ગીતકાર, દિગ્દર્શક, નિર્માતા વગેરેની ભેટ ગુજરાતની ભૂમિએ આપી છે. 14મી સદીમાં ગુજરાતમાં ભવાઈના માધ્યમથી મનોરંજન મળવાની સાથે સાથે લોકસંસ્કૃતિનો પણ પ્રચાર થતો હતો. ત્યાર પછી સમયાંતરે નાટક, ચલચિત્ર વગેરે અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતી ભાષા – સંસ્કૃતિનો પરિચય કરાવતી અને મનને આનંદ આપે તેવા ગુજરાતી નાટકો અને ફિલ્મોની વિગતો આ વિભાગમાં આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને રંગમંચ સાથે સંકળાયેલી મહત્ત્વની વ્યક્તિઓની યાદી પણ આપવામાં આવી છે.
1932 થી લઈને 2014 સુધી ગુજરાતી ભાષામાં 1198 ફિલ્મો બની છે. 1970 થી 1990નો સમયગાળો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો સુવર્ણકાળ ગણાય છે. અહીં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ઘણી યાદગાર ફિલ્મોમાંથી કેટલીક મહત્ત્વની ગુજરાતી ફિલ્મોની માહિતી ટૂંકમાં આપવામાં આવી છે.
ચાલો ગુજરાતી મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ, ગુજરાતી ફિલ્મો અને નાટકો વિશેની માહિતી મેળવીએ.
અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi), અરવિંદ વૈદ્ય (Arvind Vaidya), અરવિંદ રાઠોડ (Arvind Rathod), અરવિંદ પંડ્યા (Arvind Pandya), અનંગ દેસાઈ (Anang Desai), અજીત વાચ્છાણી (Ajit Vachhani), બાબુ રાજે (Babu Raje), બોમન ઇરાની (Boman Irani), ચાંપશીભાઈ નાગડા (Champashibhai Nagada), દર્શન જરીવાલા (Darshan Jariwala), દિલીપ જોશી (Dilip Joshi), ફારૂખ શેખ (Farooq Sheikh), ફિરોજ ઇરાની (Firoz Irani), હિતેન કુમાર (Hiten Kumar), જતીન કણકિયા (Jatin Kanakia), કૃષ્ણકાન્ત (કે.કે.) (Krishnakant), મણિરાજ બારોટ (Maniraj Barot), મૂળરાજ રાજડા (Mulraj Rajda), મનહર દેસાઈ (Manhar Desai), મહેશ કનોડિયા (Mahesh Kanodia), માનવ ગોહિલ (Manav Gohil), મનોજ જોષી (Manoj Joshi), નાના રાજગોર (Nana Rajgor), નરેશ કનોડિયા (Naresh Kanodia), નલિન દવે (Nalin Dave), પરેશ રાવલ (Paresh Rawal), રમેશ મહેતા (Ramesh Mehta), રાજીવ (Rajeev), રસિક દવે (Rasik Dave), રણજીત રાજ (Ranjeet Raj), સંજીવ કુમાર (Sanjeev Kumar), સોહરાબ મોદી (Sohrab Modi), સમીર ખખ્ખર (Samir Khakhkhar), શર્મન જોશી (Sharman Joshi), સતિષ શાહ (Satish Shah), સિદ્ધાર્થ રાંદેરિયા (Siddharath Randeria), ટીકુ તલસાણિયા (Tiku Talsania), ઉપેન્દ્ર ત્રિવેદી (Upendra Trivedi), ઉપેન પટેલ (Upen Patel), વિક્રમ ઠાકોર (Vikram Thakore) વગેરે..
આશા પારેખ (Aasha Parekh), અરુણા ઇરાની (Aruna Irani), બિંદુ (Bindu), દીના પાઠક (Dina Pathak), ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia), જયશ્રી ટી (Jayshree T), કલ્પના દીવાન (Kalpana Diwan), કેતકી દવે (Ketki Dave), મલ્લિકા સારાભાઈ (Mallika Sarabhai), નિરૂપા રોય (Nirupa Roy), નીલમ (Neelam), પદ્મારાણી (Padmarani), પરવીન બાબી (Parveen Babi), પ્રાચી દેસાઈ (Prachi Desai), રત્ના પાઠક (Ratna Pathak), રીટા ભાદુરી (Rita Bhaduri), રાગિણી (Ragini), રેણુકા શહાણે (Renuka Shahane), રોમા માણેક (Roma Manek), સુપ્રિયા પાઠક (Supriya Pathak), સુજાતા મહેતા (Sujata Mehta), ઉર્મિલા ભટ્ટ (Urmila Bhatt), ઝંખના દેસાઈ (Zankhana Desai) વગેરે
સ્નેહલતા (Snehlata), કિરણકુમાર (Kirankumar), અસરાની (Asrani), રાજેન્દ્ર કુમાર (Rajendra Kumar), મોતીલાલ (Motilal), વિદ્યાસિંહા (Vidyasinha), નીતુસીંઘ (Neetusingh), લીલા ચીટણીસ (Leela Chitnis), શોભના સમર્થ (Shobhana Samarth), પ્રદીપ કુમાર (Pradeep Kumar), દારા સીંઘ (Darasingh)વગેરે..
અંજુમ રજબ અલી (Anjum Rajab Ali) (પટકથા લેખક), અભિજાત જોશી (Abhijat Joshi) (સ્ક્રિપ્ટ રાઇટર), અનિસ બાઝમી (Anis Bazami) (દિગ્દર્શક, લેખક), અબ્બાસ – મસ્તાન (Abbas – Mastan) (દિગ્દર્શક), ઐશ્વર્યા મજૂમદાર (Aishwarya Majmudar) (ગાયિકા), આસિત દેસાઈ (Aasit Desai) (સંગીતકાર-ગાયક), અજિત મર્ચન્ટ (Ajit Merchant) (સંગીતકાર), અવિનાશ વ્યાસ (Avinash Vyas) (ગીતકાર- સંગીતકાર), બંકિમ પાઠક (Bankim Pathak) (ગાયક), ચીમનલાલ દેસાઈ (Chimanlal Desai) (નિર્માતા), છેલ-પરેશ (Chhel Paresh) (કળા દિગ્દર્શક), ચંદુલાલ શાહ (Chandulal Shah) (નિર્માતા), દ્વારકાદાસ સંપત (Dwarkadas Sampat) (નિર્માતા-અભિનેતા), દલસુખ પંચોલી (Dalsukh Pancholi) (નિર્માતા), ડી. ઓ. ભણશાળી (D. O. Bhansali)(સાઉન્ડ રેકોર્ડિસ્ટ), દિલીપ ધોળકીયા (Dilip Dholakiya) (ગાયક-સંગીતકાર), દેવાંગ પટેલ (Devang Patel) (ગાયક), ફાલ્ગુની પાઠક (Falguni Pathak) (ગાયિકા), ગૌરાંગ વ્યાસ (Gaurang Vyas) (સંગીતકાર), હીમેશ રેશમિયા (Himesh Reshamiya) (ગાયક-સંગીતકાર), ઇન્દ્ર કુમાર (Indra Kumar) (દિગ્દર્શક), ઇસ્માઇલ દરબાર (Ismail Darbar) (સંગીતકાર), કલ્યાણજી આણંદજી (Kalyanji Aanandji) (સંગીતકાર), કૌશિક (Kaushik) (સાઉન્ડ રેકોર્ડીસ્ટ), કેતન દેસાઈ (Ketan Desai) (દિગ્દર્શક), મનહર રસકપૂર (Manhar Raskapur) (દિગ્દર્શક), મોહનલાલ દવે (Mohanlal Dave) (પટકથા લેખક), મનમોહન દેસાઈ (Manmohan Desai) (દિગ્દર્શક), મહેશ ભટ્ટ (Mahesh Bhatt) (દિગ્દર્શક), મેહુલ કુમાર (Mehul Kumar) (દિગ્દર્શક), મહેબૂબ ખાન (Mehboob Khan) (નિર્માતા-દિગ્દર્શક), મનહર ઉધાસ (Manhar Udhas) (ગાયક), પંકજ ઉધાસ (Pankaj Udhas) (ગાયક), પ્રફુલ્લ દવે (Praful Dave) (ગાયક), રતિભાઈ પુનાતર (Ratibhai Punatar) (દિગ્દર્શક), રજત ધોળકીયા (Rajat Dholakia) (સંગીતકાર), રવીન્દ્ર દવે (Ravindra Dave) (દિગ્દર્શક), સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) (દિગ્દર્શક), શબ્બીર કુમાર (Shabbir Kumar) (ગાયક), સંજય ગઢવી (Sanjay Gadhavi) (દિગ્દર્શક), સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala) (દિગ્દર્શક), વિપુલ શાહ (Vipul Shah) (દિગ્દર્શક), વિષ્ણુકુમાર વ્યાસ (Vishnukumar Vyas) (નિર્માતા)
(ઉપરની તમામ યાદી સંપૂર્ણ નથી. કેવળ ખ્યાલ આવે એટલા પૂરતાં જ આ નામો આપવામાં આવ્યાં છે. સંપૂર્ણ યાદી બનાવવી મુશ્કેલ છે.)
ગુજરાતી ફિલ્મોની જેમ કેટલાક ગુજરાતી નાટકો પણ લોકોના મન-મસ્તિષ્કમાં છવાયેલા રહ્યા છે. અહીં કેટલાક યાદગાર ગુજરાતી નાટકોની વિગતો ટૂંકમાં આપવામાં આવી છે.
ઉપર આપવામાં આવેલી ફિલ્મો અને નાટકની માહિતી વિવિધ સ્રોત દ્વારા લેવાયેલી છે. કોઈ માહિતી ખોટી કે ક્ષતિ વાળી જણાય અથવા આપને આપેલી વિગતો સંબંધિત અન્ય કોઈ માહિતી હોય તો આપ અમને ઈમેલ કરી જણાવી શકો છો.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.