Gujaratilexicon

ગુજરાતી ફિલ્મ અને નાટક વિશે

October 10 2019
Gujaratilexicon

દરેક ભાષાની એક આગવી ઓળખ, શૈલી અને રજૂઆતની ઢબ હોય છે. કોઈ પણ ભાષા કે સંસ્કૃતિની રજૂઆત શબ્દો એટલે કે પુસ્તકો ઉપરાંત નાટ્ય, નૃત્ય કે ફિલ્મ સ્વરૂપે કરવામાં આવે તો તે વધારે અસરકારક નીવડે છે. ગુજરાતી ભાષામાં પણ ઘણી ઉમદા ફિલ્મો અને નાટકો રજૂ થયા છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગના આરંભથી છેક આજ સુધી તેને ઘણા દિગ્ગજ અભિનેતા, અભિનેત્રી, સંગીતકાર, ગીતકાર, દિગ્દર્શક, નિર્માતા વગેરેની ભેટ ગુજરાતની ભૂમિએ આપી છે. 14મી સદીમાં ગુજરાતમાં ભવાઈના માધ્યમથી મનોરંજન મળવાની સાથે સાથે લોકસંસ્કૃતિનો પણ પ્રચાર થતો હતો. ત્યાર પછી સમયાંતરે નાટક, ચલચિત્ર વગેરે અસ્તિત્વમાં આવ્યા. ગુજરાતી ભાષા – સંસ્કૃતિનો પરિચય કરાવતી અને મનને આનંદ આપે તેવા ગુજરાતી નાટકો અને ફિલ્મોની વિગતો આ વિભાગમાં આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને રંગમંચ સાથે સંકળાયેલી મહત્ત્વની વ્યક્તિઓની યાદી પણ આપવામાં આવી છે.

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિશે (About Gujarati Film Industry) :

  • ૧૯૧૨માં સૌ પ્રથમ ફિલ્મ ‘પુંડલિક’ રજૂ થઈ ત્યાર પછી ૧૯૧૭થી અનેક ગુજરાતી નિર્માતાઓ ફિલ્મનિર્માણ તરફ વળ્યા. ૧૯૧૭માં જમશેદજી માદને કોલકત્તામાં ‘માદન થિયેટર્સ’નો આરંભ કર્યો, જ્યારે મુંબઈમાં ૧૯૧૮માં દ્વારકાદાસ સંપતે એસ.એન.પાટણકર સાથે હાથ મિલાવીને ‘પાટણકર એન્‍ડ ફ્રેન્‍ડ્ઝ કંપની’ સ્થાપી.
  • ત્યાર પછી માણેકલાલ પટેલ, ભોગીલાલ દવે, નાનુભાઈ દેસાઈ, વજેશંકર પટ્ટણી, ઈન્‍દુલાલ યાજ્ઞિક, ચીમનલાલ દેસાઈ જેવા અનેક નિર્માતાઓએ પોતાની નિર્માણસંસ્થાનો આરંભ કર્યો અને મૂંગી ફિલ્મો બનાવી.
  • પ્રથમ બોલતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’ ઈ.સ.1932માં રજૂ થઈ હતી, જેના દિગ્દર્શક નાનુભાઈ વકીલ હતા અને નિર્માતા હતા ‘સાગર મુવીટોન’ના ચીમનલાલ દેસાઈ
  • ગોવર્ધનરાય ત્રિપાઠીની નવલકથા પર બનેલી સ્‍વચ્‍છ સામાજીક ફિલ્‍મ ‘ગુણસુંદરી’(1948)એ ગુજરાતી પ્રેક્ષકો પર પોતાનો જાદુ ચલાવીને ગુજરાતી ફિલ્‍મ જગતમાં ઇતિહાસ રચીને અભુતપૂર્વ સફળતા મેળવી. ત્‍યાર પછીના વર્ષોમાં રજૂ થયેલ કરિયાવર (1948), ગાડાનો બેલ (1950), મહેંદી રંગ લાગ્યો (1960), અખંડ સૌભાગ્યવતી(1964), કંકુ(1969) જેવી ફિલ્‍મોએ ગુજરાતની સંસ્‍કૃતિને રૂપેરી પડદે ઉજાગર કરી.
  • 1961માં રજૂ થયેલી ‘હીરો સલાટ’ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો ઍવોર્ડ .
  • પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ ‘લીલુડી ધરતી’ હતી જે 1968માં રજૂ થઈ હતી. 1976માં રજૂ થયેલી ‘સોનબાઈની ચૂંદડી’ ગુજરાતી પ્રથમ સિનેમાસ્કોપ ફિલ્મ હતી. આ ફિલ્મના દિગ્દર્શક ગિરીશ મનુકાંત હતા અને નિર્માતા હતા રાવજીભાઈ જે. પટેલ.
  • 1976માં જ રજૂ થયેલી ફિલ્મ ‘ભાદર તારા વહેતા પાણી’ને બહોળો લોકપ્રતિસાદ મળ્યો હતો. ખલીલ ધનતેજવી જેવા ખ્યાતનામ શાયરે પોતાની નવલકથા પરથી બનેલી ફિલ્મ ‘ડૉ. રેખા’નું દિગ્દર્શન પણ કર્યું.
  • હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે ઘણી ફિલ્મો કર્યા પછી કૃષ્ણકાન્‍ત ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શન તરફ વળ્યા અને ‘ડાકુ રાણી ગંગા’, ‘વિસામો’, ‘કુળવધૂ’ જેવી અર્થપૂર્ણ સામાજિક ફિલ્મોનું દિગ્દર્શન કર્યું.
  • 1981માં રજૂ થયેલ ‘ભવની ભવાઈ’ ફિલ્મને દિલ્હી ખાતે યોજાયેલ આઠમા આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવમાં રાષ્ટ્રિય પુરસ્કાર પ્રાપ્ત થયો. ‘ન્યૂયોર્ક મ્યુઝિયમ ઑફ મોર્ડન આર્ટ’ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મ પ્રદર્શિત થઈ. ફ્રાન્સમાં યોજાયેલા ત્રીજા યુનેસ્કો આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મને ‘યુનેસ્કો હ્યુમન રાઇટ્સ’ ઍવોર્ડ પ્રાપ્ત થયો. લંડનમાં યોજાયેલા ‘ન્યૂ ઇન્ડિયન સિનેમા’ ઉત્સવમાં આ ફિલ્મ દર્શાવવામાં આવી હતી
  • 1994માં રજૂ થયેલ ‘માનવીની ભવાઈ‘ ફિલ્મ પન્નાલાલ પટેલની આ જ નામની જ્ઞાનપીઠ પારિતોષિક મેળવનાર નવલકથા ઉપર આધારિત ફિલ્મ હતી.
  • સુરતના સંગીતપ્રેમી સંશોધક હરીશ રઘુવંશીએ પહેલવહેલી વાર 1932 થી 1994 સુધીની ફિલ્મોની માહિતી અને તેનાં ગીતો, ગાયક, સંગીતકાર, રેકોર્ડ નંબર વગેરેની વિગત આપતા ગ્રંથ ‘ગુજરાતી ફિલ્મ ગીતકોશ’નું પ્રકાશન 1995માં કર્યું, જેમાં કુલ 579 ફિલ્મોની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રાદેશિક ફિલ્મોના દસ્તાવેજીકરણનું આવું કામ પહેલું અને અત્યાર સુધી એક માત્ર બની રહ્યું છે. થોડા સમયમાં તેની સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન પણ થશે.
  • 35 MM સિનેમા સ્કૉપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘દરિયાછોરું’ હતી જે 1998માં રજૂ થઈ હતી.

1932 થી લઈને 2014 સુધી ગુજરાતી ભાષામાં 1198 ફિલ્મો બની છે. 1970 થી 1990નો સમયગાળો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો સુવર્ણકાળ ગણાય છે. અહીં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ઘણી યાદગાર ફિલ્મોમાંથી કેટલીક મહત્ત્વની ગુજરાતી ફિલ્મોની માહિતી ટૂંકમાં આપવામાં આવી છે.

ચાલો ગુજરાતી મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ, ગુજરાતી ફિલ્મો અને નાટકો વિશેની માહિતી મેળવીએ.

ગુજરાતી તેમજ અન્ય ભાષાની ફિલ્મોમાં તેમજ તખ્તા પર કામ કરનાર મુખ્ય અભિનેતાઓ :

અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi), અરવિંદ વૈદ્ય (Arvind Vaidya), અરવિંદ રાઠોડ (Arvind Rathod), અરવિંદ પંડ્યા (Arvind Pandya), અનંગ દેસાઈ (Anang Desai), અજીત વાચ્છાણી (Ajit Vachhani), બાબુ રાજે (Babu Raje), બોમન ઇરાની (Boman Irani), ચાંપશીભાઈ નાગડા (Champashibhai Nagada), દર્શન જરીવાલા (Darshan Jariwala), દિલીપ જોશી (Dilip Joshi), ફારૂખ શેખ (Farooq Sheikh), ફિરોજ ઇરાની (Firoz Irani), હિતેન કુમાર (Hiten Kumar), જતીન કણકિયા (Jatin Kanakia), કૃષ્ણકાન્‍ત (કે.કે.) (Krishnakant), મણિરાજ બારોટ (Maniraj Barot), મૂળરાજ રાજડા (Mulraj Rajda), મનહર દેસાઈ (Manhar Desai), મહેશ કનોડિયા (Mahesh Kanodia), માનવ ગોહિલ (Manav Gohil), મનોજ જોષી (Manoj Joshi), નાના રાજગોર (Nana Rajgor), નરેશ કનોડિયા (Naresh Kanodia), નલિન દવે (Nalin Dave), પરેશ રાવલ (Paresh Rawal), રમેશ મહેતા (Ramesh Mehta), રાજીવ (Rajeev), રસિક દવે (Rasik Dave), રણજીત રાજ (Ranjeet Raj), સંજીવ કુમાર (Sanjeev Kumar), સોહરાબ મોદી (Sohrab Modi), સમીર ખખ્ખર (Samir Khakhkhar), શર્મન જોશી (Sharman Joshi), સતિષ શાહ (Satish Shah), સિદ્ધાર્થ રાંદેરિયા (Siddharath Randeria), ટીકુ તલસાણિયા (Tiku Talsania), ઉપેન્દ્ર ત્રિવેદી (Upendra Trivedi), ઉપેન પટેલ (Upen Patel), વિક્રમ ઠાકોર (Vikram Thakore) વગેરે..

પ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીઓ:

આશા પારેખ (Aasha Parekh), અરુણા ઇરાની (Aruna Irani), બિંદુ (Bindu), દીના પાઠક (Dina Pathak), ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia), જયશ્રી ટી (Jayshree T), કલ્પના દીવાન (Kalpana Diwan), કેતકી દવે (Ketki Dave), મલ્લિકા સારાભાઈ (Mallika Sarabhai), નિરૂપા રોય (Nirupa Roy), નીલમ (Neelam), પદ્મારાણી (Padmarani), પરવીન બાબી (Parveen Babi), પ્રાચી દેસાઈ (Prachi Desai), રત્ના પાઠક (Ratna Pathak), રીટા ભાદુરી (Rita Bhaduri), રાગિણી (Ragini), રેણુકા શહાણે (Renuka Shahane), રોમા માણેક (Roma Manek), સુપ્રિયા પાઠક (Supriya Pathak), સુજાતા મહેતા (Sujata Mehta), ઉર્મિલા ભટ્ટ (Urmila Bhatt), ઝંખના દેસાઈ (Zankhana Desai) વગેરે

બિનગુજરાતી હોવા છતાં ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર મહત્ત્વના અભિનેતા-અભિનેત્રીઓ:

સ્નેહલતા (Snehlata), કિરણકુમાર (Kirankumar), અસરાની (Asrani), રાજેન્‍દ્ર કુમાર (Rajendra Kumar), મોતીલાલ (Motilal), વિદ્યાસિંહા (Vidyasinha), નીતુસીંઘ (Neetusingh), લીલા ચીટણીસ (Leela Chitnis), શોભના સમર્થ (Shobhana Samarth), પ્રદીપ કુમાર (Pradeep Kumar), દારા સીંઘ (Darasingh)વગેરે..

રંગભૂમિ / મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલ અન્ય પ્રસિદ્ધ ગુજરાતી વ્યક્તિઓ :

અંજુમ રજબ અલી (Anjum Rajab Ali) (પટકથા લેખક), અભિજાત જોશી (Abhijat Joshi) (સ્ક્રિપ્ટ રાઇટર), અનિસ બાઝમી (Anis Bazami) (દિગ્દર્શક, લેખક), અબ્બાસ – મસ્તાન (Abbas – Mastan) (દિગ્દર્શક), ઐશ્વર્યા મજૂમદાર (Aishwarya Majmudar) (ગાયિકા), આસિત દેસાઈ (Aasit Desai) (સંગીતકાર-ગાયક), અજિત મર્ચન્ટ (Ajit Merchant) (સંગીતકાર), અવિનાશ વ્યાસ (Avinash Vyas) (ગીતકાર- સંગીતકાર), બંકિમ પાઠક (Bankim Pathak) (ગાયક), ચીમનલાલ દેસાઈ (Chimanlal Desai) (નિર્માતા), છેલ-પરેશ (Chhel Paresh) (કળા દિગ્દર્શક), ચંદુલાલ શાહ (Chandulal Shah) (નિર્માતા), દ્વારકાદાસ સંપત (Dwarkadas Sampat) (નિર્માતા-અભિનેતા), દલસુખ પંચોલી (Dalsukh Pancholi) (નિર્માતા), ડી. ઓ. ભણશાળી (D. O. Bhansali)(સાઉન્ડ રેકોર્ડિસ્ટ), દિલીપ ધોળકીયા (Dilip Dholakiya) (ગાયક-સંગીતકાર), દેવાંગ પટેલ (Devang Patel) (ગાયક), ફાલ્ગુની પાઠક (Falguni Pathak) (ગાયિકા), ગૌરાંગ વ્યાસ (Gaurang Vyas) (સંગીતકાર), હીમેશ રેશમિયા (Himesh Reshamiya) (ગાયક-સંગીતકાર), ઇન્દ્ર કુમાર (Indra Kumar) (દિગ્દર્શક), ઇસ્માઇલ દરબાર (Ismail Darbar) (સંગીતકાર), કલ્યાણજી આણંદજી (Kalyanji Aanandji) (સંગીતકાર), કૌશિક (Kaushik) (સાઉન્ડ રેકોર્ડીસ્ટ), કેતન દેસાઈ (Ketan Desai) (દિગ્દર્શક), મનહર રસકપૂર (Manhar Raskapur) (દિગ્દર્શક), મોહનલાલ દવે (Mohanlal Dave) (પટકથા લેખક), મનમોહન દેસાઈ (Manmohan Desai) (દિગ્દર્શક), મહેશ ભટ્ટ (Mahesh Bhatt) (દિગ્દર્શક), મેહુલ કુમાર (Mehul Kumar) (દિગ્દર્શક), મહેબૂબ ખાન (Mehboob Khan) (નિર્માતા-દિગ્દર્શક), મનહર ઉધાસ (Manhar Udhas) (ગાયક), પંકજ ઉધાસ (Pankaj Udhas) (ગાયક), પ્રફુલ્લ દવે (Praful Dave) (ગાયક), રતિભાઈ પુનાતર (Ratibhai Punatar) (દિગ્દર્શક), રજત ધોળકીયા (Rajat Dholakia) (સંગીતકાર), રવીન્દ્ર દવે (Ravindra Dave) (દિગ્દર્શક), સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) (દિગ્દર્શક), શબ્બીર કુમાર (Shabbir Kumar) (ગાયક), સંજય ગઢવી (Sanjay Gadhavi) (દિગ્દર્શક), સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala) (દિગ્દર્શક), વિપુલ શાહ (Vipul Shah) (દિગ્દર્શક), વિષ્ણુકુમાર વ્યાસ (Vishnukumar Vyas) (નિર્માતા)

(ઉપરની તમામ યાદી સંપૂર્ણ નથી. કેવળ ખ્યાલ આવે એટલા પૂરતાં જ આ નામો આપવામાં આવ્યાં છે. સંપૂર્ણ યાદી બનાવવી મુશ્કેલ છે.)

ગુજરાતી નાટકો :

ગુજરાતી ફિલ્મોની જેમ કેટલાક ગુજરાતી નાટકો પણ લોકોના મન-મસ્તિષ્કમાં છવાયેલા રહ્યા છે. અહીં કેટલાક યાદગાર ગુજરાતી નાટકોની વિગતો ટૂંકમાં આપવામાં આવી છે.

વિશેષ નોંધ :

ઉપર આપવામાં આવેલી ફિલ્મો અને નાટકની માહિતી વિવિધ સ્રોત દ્વારા લેવાયેલી છે. કોઈ માહિતી ખોટી કે ક્ષતિ વાળી જણાય અથવા આપને આપેલી વિગતો સંબંધિત અન્ય કોઈ માહિતી હોય તો આપ અમને ઈમેલ કરી જણાવી શકો છો.

Most Popular

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

,

એપ્રિલ , 2024

શુક્રવાર

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

GL Projects