કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.
હું કેમ આવું ? મારા દાદાજી રિસાણા રે,
તમારા દાદાને પાઘડી પહેરામણી, તમે રાયવર વહેલાં આવો રે.
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.
હું કેમ આવું ? મારા પિતાજી રિસાણા રે,
તમારા પિતાને ખેસની પહેરામણી, તમે રાયવર વહેલાં આવો રે.
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.
હું કેમ આવું ? મારાં માતાજી રિસાણા રે,
તમારી માતાને સેલાની પહેરામણી, તમે રાયવર વહેલાં આવો રે.
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.
હું કેમ આવું ? મારા બેનીબા રિસાણા રે,
તમારી બેનીને સોળે શણગાર, તમે રાયવર વહેલાં આવો રે.
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.
હું કેમ આવું? મારા વીરાજી રિસાણા રે,
તમારા વીરાને સૂટની પહેરામણી, તમે રાયવર વહેલાં આવો રે.
કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,
કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.