Gujaratilexicon

તમે રાયવર વહેલાં આવો રે (સાંજીનું ગીત)

November 07 2019
GujaratilexiconGL Team

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    

   કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું ? મારા દાદાજી રિસાણા રે,     

 તમારા દાદાને પાઘડી પહેરામણી, તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    

   કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું ? મારા પિતાજી રિસાણા રે,     

  તમારા પિતાને ખેસની પહેરામણી, તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    

   કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું ? મારાં માતાજી રિસાણા રે,     

 તમારી માતાને સેલાની પહેરામણી, તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    

   કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું ? મારા બેનીબા રિસાણા રે,     

  તમારી બેનીને સોળે શણગાર, તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    

   કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

હું કેમ આવું? મારા વીરાજી રિસાણા રે,     

  તમારા વીરાને સૂટની પહેરામણી, તમે રાયવર વહેલાં આવો રે.

કન્યા છે કંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે,    

   કન્યા કાગળ મોકલે, તમે રાયવર વહેલાં આવો રે.

Most Popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects