Gujaratilexicon

શુકન જોઈને સંચરજો રે (જાન પ્રસ્થાન)

November 09 2019
GujaratilexiconEdwardLor EdwardLor

શુકન જોઈ ને સંચરજો રે,      

સામો મળ્યો છે જોશીડો રે, જોશ જોઈ પાછો વળીયો,

શુકન જોઈ ને સંચરજો રે.      

 સામો મળ્યો છે માળીડો રે, ફૂલગજરા આપી પાછો વળીયો રે,

શુકન જોઈ ને સંચરજો રે.      

સામો મળ્યો છે દોશીડો રે, ચૂંદડી આપી પાછો વળીયો રે,

શુકન જોઈ ને સંચરજો રે.      

સામો મળ્યો છે સોનીડો રે, કડલાં આપી પાછો વળીયો રે,

શુકન જોઈ ને સંચરજો રે.      

સામો મળ્યો છે મણીયારો રે, ચૂડલાં આપી પાછો વળીયો રે,

શુકન જોઈ ને સંચરજો રે.      

જોઈશે લીલેરા શા વાના રે, જડશે ગોકુળમાના કાના રે,

શુકન જોઈ ને સંચરજો રે.   

Most Popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Latest Ebook

Recent Blog

GL Projects