આજ મારે ભર્યા સરોવર છલ્યાં રે આનંદભર્યા,
આજ મારે માડીના (વરનું નામ બોલવું)ભાઈ પરણ્યા રે આનંદભર્યા.
આજ મારે પરણીને (વરનું નામ બોલવું)ભાઈ પધાર્યા રે આનંદભર્યા,
આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યા રે આનંદભર્યા.
આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે આનંદભર્યા,
આજ અમે લાખેણી લાડી લઈ આવ્યા રે આનંદભર્યા.
આજ અમારે હૈયે હરખ ન માય આવ્યા રે આનંદભર્યા,
આજ મારે ભર્યા સરોવર છલ્યાં રે આનંદભર્યા.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ