દાદાને આંગણ આંબલો, આંબલો ઘેર ગંભીર જો,
એક રે પાન મેં તો ચૂંટિયું, દાદા ન દેજો ગાળ જો.
દાદાને આંગણ આંબલો, આંબલો ઘેર ગંભીર જો,
એક રે પાન મેં તો ચૂંટિયું, દાદા ન દેજો ગાળ જો,
દાદાને આંગણ આંબલો.
અમે રે લીલુડા વનની ચરકલડી, ઊડી જાશું પરદેશ જો,
આજ રે દાદાજીના દેશમાં, કાલ જાશું પરદેશ જો,
દાદાને આંગણ આંબલો.
દાદાને વહાલા દીકરા, અમને દીધા પરદેશ જો,
દાદા દુઃખડા પડશે તો પછી નવ બોલશું,
દાદા રાખશું મૈયરાની લાજ જો,
દાદાને આંગણ આંબલો.
દાદા દીકરીને ગાય સરીખડાં,
જેમ દોરે ત્યાં તો જાય જો,
દાદાને આંગણ આંબલો, આંબલો ઘેર ગંભીર જો,
દાદાને આંગણ આંબલો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં