સાઈકલની સીટી વાગી વરરાજા,
આટલી શી હઠ છોડો ને.
તમે પહોંચી પર ઘડિયાળ માંગી વરરાજા,
તમે આટલી શી હઠ છોડો ને.
તમે ચેન ઉપર ઉરમાળા માંગી વરરાજા,
તમે આટલી શી હઠ છોડો ને.
સાઈકલની સીટી વાગી વરરાજા,
આટલી શી હઠ છોડો ને.
તમે સૂટ ઉપર ટાઈ માંગી વરરાજા,
તમે આટલી શી હઠ છોડો ને.
તમે બૂટ ઉપર મોજડી માંગી વરરાજા,
તમે આટલી શી હઠ છોડો ને.
સાઈકલની સીટી વાગી વરરાજા,
આટલી શી હઠ છોડો ને.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં