ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન ?
મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડ્યા’તા પારેખ ?
મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તી ગાગર ત્યારે શીદ તેડ્યા’તા નાગર ?
મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તી જાજમ ત્યારે શીદને તેડ્યું’તું મા’જન ?
મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તી સોપારી ત્યારે શીદ તેડ્યા’તા વેપારી ?
મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તા લોટા ત્યારે શીદ તેડ્યા’તા મોટા ?
મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તા લાડવા ત્યારે શીદ તેડ્યા’તા જમવા ?
મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તા દીવા ત્યારે શીદ માંડ્યા’તા વીવા ?
મારા નવલા વેવાઈ.
ઘરમાં નો’તું મીઠું ત્યારે શીદ બોલ્યા’તાં જૂઠું ?
મારા નવલા વેવાઈ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં